ETV Bharat / city

બીરબલે બંધાવેલા મંદિરમાં આજે પણ જોવા મળે છે બૌદ્ધ સ્થાપત્યકલાની ઝલક, જાણો ઈતિહાસ...

રાજકોટ જિલ્લાના જૂની સાંકળી ગામે આવેલું 800 વર્ષ પ્રાચીન મંદિરમાં આજે પણ બૌદ્ધ સ્થાપત્યકલા (Buddhist Architecture Rajkot) જોવા મળે છે. આ ઐતિહાસીક મંદીર (Cultural heritage Temple) બીરબલ દ્વારા બંધાવવામાં આવેલું હોવાની લોકવાયકા છે. આજે આ મંદીર ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ અંતર્ગત આવેલું છે.

Buddhist Architecture Rajkot
Buddhist Architecture Rajkot
author img

By

Published : Jan 19, 2022, 7:15 AM IST

રાજકોટ: ગુજરાતની ભૂમિ આમતો પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાથી (Cultural heritage Temple) અખૂટ ભરી છે. આ સાથે જ રાજ્યના અનેક શહેરોમાં પ્રાચીન ધરોહરો શહેર અને રાજ્યનો મોભો વધારી રહી છે, ત્યારે રાજકોટના જેતપુર તાલુકામાં અનેક ઐતિહાસિક સ્થોળો આવેલા છે. જૂની સાંકળી ગામે આવેલું બૌદ્ધ સ્થાપત્યકલાથી ભરપુર 800 વર્ષ જૂનું મંદીર, તો ચાલો જાણીએ શું છે તેનો ઈતિહાસ…

મંદિર બૌદ્ધ સ્થાપત્યકલાની ઝલક

આ ચાર ભાગ ધરાવતા મંદિરને ચતુરંગી કહે છે. તેમજ આ મંદિર પાસે પહેલા પીપળાનું વૃક્ષ આવેલું હતું. જોકે અત્યારે મંદિરના સામેના ભાગમાં કદાવર પીપળાનું વૃક્ષ આવેલું છે. આ મંદિર મોઢેરાના સૂર્યમંદિરને મળતું આવે છે, તેમજ બૌદ્ધ સ્થાપત્યકલાની ઝલક (Buddhist Architecture Rajkot) પણ છે. આ મંદિરમાં થયેલી કોતરણી તરફ જોનારા દરેકનું ધ્યાન ખેંચે છે.

બીરબલે બંધાવેલા મંદિરમાં આજે પણ જોવા મળે છે બૌદ્ધ સ્થાપત્યકલાની ઝલક

આ પણ વાંચો: વડનગરમાં ઉત્ખનન દરમિયાન વધુ એક બૌદ્ધિસ્ટ સાંકેતિક સ્તૂપ મળી આવ્યો

બીરબલે મંદિર બંધાવ્યું હોવાની શું છે લોકવાયકા

જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે આવેલું 800 વર્ષ પ્રાચીન સાંકળેશ્વર મહાદેવ મંદિર આજે પણ અડીખમ છે. જે બીરબલે બનાવ્યું હોવાની લોકવાયકા છે. બીરબલના બે દીકરા હતા. તેમની યાદમાં જૂની સાંકળી ગામમાં બે મંદિર બનાવવામાં આવેલા હતા. એક રામમંદિર અને બીજું આ મંદિર બનાવવામાં આવ્યું હતું. અહીંના લોકોના જણાવ્યા મુજબ બીરબલ સૌરાષ્ટ્રનો વતની હતો અને અહીં પહેલા ટીંબો હતો. ધીરે ધીરે અહીંયા ગામ વસ્યું અને નામ પડ્યું જૂની સાંકળી.

મંદિરનું શિખર અને ઉરુશૃંગ સુંદર જાલકભાતથી છે અલંકૃત

આ શિવ મંદિર જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામમાં આવેલું છે, જે સાંકળેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત છે. આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને પ્રવેશ એમ ચાર ભાગ છે. તેમજ ગર્ભગૃહની બહારની દીવાલો પર આછું અલંકરણ પણ છે. મંદિરનું શિખર અને ઉરુશૃંગ સુંદર જાલકભાતથી અલંકૃત છે.

આ પણ વાંચો: આજે પણ અડીખમ છે, ખંભાલિડાની 1800 વર્ષ પ્રાચીન Buddhist cave

ભૂતના ડેરા તરીકે પણ આ મંદિરનું નામ પ્રચલિત

આ ગામ રાજા અમરાબાપુ હસ્તક હતું. ત્યારે કેટલાક લોકોએ માયાની લાલચમાં જે રામ મંદિર હતું તે ખોદી નાખ્યું હતું. માયા ન મળતાં અહીં સાંકળેશ્વર મંદિરમાં ખોદવાનું કામ ચાલું કરાયું હતું. મંદિરના પગથિયા અંદર ખોદતાં નાગ નિકળતા અને ભમરા ઉડવા લાગતા ભયના માર્યા લોકો ભાગી ગયા હતા. જે બાદ તે જમાનાના પોલીસપટેલને જાણ કરતાં પોલીસ પટેલ દ્વારા રાજા અમરાબાપુને જાણ કરી હતી. બાપુએ પણ નાગ જોતા તરત કામ બંધ કરવા હૂકમ કર્યો હતો અને ફરી પગથિયાં અને મંદિર એક રાતમાં પાછું બનાવી આપ્યું હતું. જેના કારણે ભૂતના ડેરા તરીકે પણ આ મંદિરનું નામ પ્રચલિત છે.

મંદિરનું સમારકામ થાય તેવી ગામલોકોની માગ

જૂની સાંકળી ગામના લોકો આ સાંકળેશ્વર મહાદેવ મંદિરને ભૂતના ડેરા તરીકે પણ ઓળખે છે. જોકે એક એવી લોકવાયકા છે કે, આ મંદિર અકબરના પ્રધાન બીરબલ દ્વારા બનાવ્યું હોવાની લોકવાયકા સાથે જ બીરબલ જૂની સાંકળી ગામના હોવાનું પણ લોકોનું માનવું છે. હાલ આ મંદિર ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત સ્થળો પૈકીનું એક છે. આ મુદ્દે ઘણા સમયથી સમારકામ ન થયું હોવાથી આ ગામના લોકો આ મંદિરમાં સમારકામ થાય તેવી પણ ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: સોમનાથમાં મળી આવી ચોથી સદીની બૌદ્ધ ગુફાઓ, જુઓ વિશેષ અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.