- રાજકોટમાં રાત્રિ કરફ્યૂદરમિયાન કપલ વચ્ચે બબાલ
- પોલીસે માસ્ક ન પહેર્યુ હોવાને લીધે પત્ની સામે પગલા લે તે પહેલા દંપતિએ કરી બબાલ
- ઘટનાનો વીડિયો થયો વાઇરલ
રાજકોટ: શહેરના ત્રિકોણબાગ નજીક રાત્રિ કરફ્યૂ દરમિયાન એક કપલ નીકળ્યું હતું. તેમાં પત્નીએ માસ્ક નહોતું પહેર્યું, માટે પોલીસે પત્ની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું. આ મહિલાએ માસ્ક પડી ગયું હોવાનું કહીને પોલીસ સમક્ષ દલીલ કરતા પતિએ જાહેરમાં પોલીસ સામે પત્નીને ફડાકા માર્યા હતા. જો કે પોલીસે કપલને સમજાવ્યા બાદ જવા દીધા હતા.
આ વાઈરલ વીડિયોની પુષ્ટિ ઇટીવી ભારત કરતું નથી.