ETV Bharat / city

રાજકોટમાં રસ્તા પર જઈ રહેલી કારમાં લાગી આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો - રાજકોટ લોકલ ન્યુઝ

રાજકોટમાંં સોમવારે મોડી રાતે એક કારમાં આગ લાગી હતી. આ કાર રસ્તા પર આગ સાથે દોડતી જોવા મળી હતી. જેને લઇને એક સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં આગ સાથે ફટાકડાં ફૂટતાં હોય તેવો પણ અવાજ સંભળાતો હતો. જોકે હજુ સુધી આ ઘટનાની વધુ વિગતો સામે આવી નથી. પરંતુ આ વિડીયો શહેરના સંત કબીર રોડનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં રસ્તા પર જઈ રહેલી કારમાં લાગી આગ,

author img

By

Published : Nov 17, 2020, 3:48 PM IST

  • રાજકોટમાં રસ્તા પર જઈ રહેલી કારમાં આગ
  • રસ્તા પરના વાહન ચાલકોમાં ભયનો માહોલ
  • શહેરના સંત કબીર રોડની ઘટના હોવાનું અનુમાન

રાજકોટ: રાજકોટમાંં સોમવારે મોડી રાતે એક કારમાં આગ લાગી હતી. આ કાર રસ્તા પર આગ સાથે દોડતી જોવા મળી હતી. જેને લઇને એક સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કારમાં આગ સાથે ફટાકડાં ફૂટતાં હોય તેવો પણ અવાજ સંભળાતો હતો. જોકે હજુ સુધી આ ઘટનાની વધુ વિગતો સામે આવી નથી. પરંતુ આ વિડીયો શહેરના સંત કબીર રોડનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં રસ્તા પર જઈ રહેલી કારમાં લાગી આગ
કારમાં ફટાકડા ફૂટતા હોય તેવો સંભળાતો હતો અવાજ

આગ લાગેલી કાર જ્યારે રસ્તાઓ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે આ કારની અંદર ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ પણ સંભળાઈ રહ્યો હતો. તેમ જ તેમાંથી આગના તણખા પણ ઉડીને બહાર આવતા જોવા મળ્યા હતા. શહેરના રસ્તા ઉપર સળગતી કાર સામે આવતી જોઈને વાહનચાલકો પણ ગભરાયા હતા. આ ઘટના રાતના સમયની હોવાનું દેખાઈ રહ્યું છે.

કારમાં આગની ઘટના શહેરના સંત કબીર રોડની હોવાનું અનુમાન

રાજકોટમાં સોમવારે મોડી રાતે કારમાં આગ લાગવાની ઘટના બની હતી. કારમાં આગની સાથે ફટાકડા ફુટતા હોવાનું સંભળાતું હતું. આ ઘટના શહેરના સંત કબીર રોડની હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.