ETV Bharat / city

યુગાન્ડામાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝ માટે મશીનરીની ખરીદીને લઇ બિઝનેસ ડેલીગેશન રાજકોટ-અમદાવાદ આવશે - Business Delegation

યુગાન્ડા હાઈ કમિશનર દ્વારા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સાથે કરવામાં આવેલી મુલાકાત અને પત્ર વ્યવહાર દ્વારા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના સહયોગથી યુગાન્ડામાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના માટે જરૂરી મશીનરી અને પાર્ટ્સની ખરીદી માટે ગુજરાતની મુલાકાતે આવશે.

યુગાન્ડાના ડેપ્યુટી હેડ ઓફ ગુજરાત મિશન કૈઝાલ આ પહેલા રાજકોટ સહિત વિવિધ સ્થળે ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતે આવ્યા હતા.

author img

By

Published : Sep 3, 2021, 8:28 PM IST

  • યુગાન્ડાથી બિઝનેસ ડેલીગેશન રાજકોટ - અમદાવાદ આવશે
  • જરૂરી મશીનરી અને પાર્ટ્સની ખરીદી માટે 30 સભ્યોનું ડેલીગેશન આવશે
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ઉદ્યોગોને વેપારની ઉજળી તક

રાજકોટ: યુગાન્ડા હાઈ કમિશનર દ્વારા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સાથે કરવામાં આવેલી મુલાકાત અને પત્ર વ્યવહાર દ્વારા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના સહયોગથી યુગાન્ડામાં વિવિધ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના માટે જરૂરી મશીનરી અને પાર્ટ્સની ખરીદી માટે બિઝનેસ ડેલીગેશન ગુજરાતની મુલાકાતે આવશે. 30 સભ્યોનું ડેલિગેશન તા. 24થી 30 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવનાર છે. વેપાર ઉદ્યોગ મહામંડળના પરાગભાઈ તેજુરા દ્વારા આ સમગ્ર મામલે માહિતી આપવામાં આવી છે.

મશીનરી અને પાર્ટ્સની ખરીદી માટે આવશે

યુગાન્ડામાં ડેરી, આઈસ્ક્રીમ પ્લાન્ટ, ટીસ્યુ પેપર પ્લાન્ટ, મકાઈની મિલ, પશુ આહાર બનાવવાના પ્લાન્ટ, ઘઉં પ્રોસેસિંગ પ્લાન્ટ, ટોમેટો કેચ-અપ પ્લાન્ટ, એડિબલ ઓઈલ, ઓઈલ મિલ, સુગર કેન ફેક્ટરી, દવા સહિતની અનેકવિધ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપવા માટે જરૂરી મશીનરી અને સાધન સામગ્રી ખરીદી અર્થે આ ડેલીગેશન ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત આવશે. તેમજ અહીં તેઓ બી. ટુ. બી. મીટ અર્થે રાજકોટ તેમજ અમદાવાદ આવવાના છે. જેને લઈને રાજ્ય સરકારમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બીજા તબક્કામાં 30 ઉદ્યોગપતિઓ સાથેનું ડેલિગેશન આવશે

પહેલા તબક્કામાં યુગાન્ડાના ડેપ્યુટી હેડ ઓફ ગુજરાત મિશન કૈઝાલ આ પહેલા રાજકોટ સહિત વિવિધ સ્થળે ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતે આવ્યા હતા. બીજા તબક્કામાં 30 ઉદ્યોગપતિઓ સાથેનું ડેલીગેશન આવવાનું હોઈ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક ઉદ્યોગોને વેપારની ઉજળી તક હોવાનું પરાગ તેજુરાએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, યુગાન્ડા હાઈ કમિશન દ્વારા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને મળી દ્વિપક્ષીય વેપાર ઉદ્યોગ માટે ગુજરાત પાસે તેમને અનેક અપેક્ષાઓ હોવાનું જણાવ્યું હતું.

વધુ વાંચો: જામનગરમાં યુગાન્ડાના એમ્બેસેડર કેઝાલા મહમદે બ્રાસના વેપારી સાથે કરી વેપાર અંગે ચર્ચા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.