ETV Bharat / city

Bogus billing scam: રાજકોટમાંથી રૂ.115 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ ઝડપાયું - રાજકોટ ક્રાઈમ

રાજકોટ (Rajkot) માંથી રૂ.115 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ (Bogus billing scam) સામે આવ્યું છે. આ બોગસ બિલિંગ કૌભાંડ રાજકોટના મવડી વિસ્તારમાંથી ઝડપાયું છે. જે મામલે એક ઇસમની પણ ધરપકડ પણ કરવામાં આવી છે

Bogus billing scam: રાજકોટમાંથી રૂ.115 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ ઝડપાયું

author img

By

Published : Jul 15, 2021, 1:37 PM IST

  • 115 કરોડનું બોગસ બીલિંગ કૌભાંડ
  • રાજકોટના મવડી વિસ્તારમાંથી ઝડપાયું
  • પ્રોપરાઈટરની પ્રતિક રમણ નામના શખ્સની ધરપકડ

રાજકોટ: GSTનો નવો કાયદો આવ્યા બાદ દેશમાંથી ઠેર ઠેર બોગસ બિલિંગના કૌભાંડો સામે આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાંથી રૂ.115 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ સામે આવ્યું છે. આ બોગસ બિલિંગ કૌભાંડ રાજકોટના મવડી વિસ્તારમાંથી ઝડપાયું છે. જે મામલે એક ઇસમની પણ ધરપકડ પણ કરવામાં આવી છે. પરંતુ રૂ.115 કરોડ રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ સામે આવતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

એક બોગસ પેઢી ઉભી કરી આચર્યું કૌભાંડ

રાજકોટમાં એક બોગસ પેઢી ઉભી કરી કોરોના લોકડાઉનના સમયમાં રૂ.115 કરોડના બીલો ફાડી ઈનપુટ ટેક્ષ ક્રેડીટને બારોબાર લઈ લેવાનું કૌભાંડ ઝડપાયું છે. જે સમગ્ર કૌભાંડ DGGI રાજકોટ રીજીયોનલ યુનિટે ખુલ્લું પાડ્યું છે. તેમજ આ બોગસ પેઢીના પ્રોપરાઈટરની પ્રતિક રમણ નામના શખ્સની ધરપકડ કરી છે. જેના દ્વારા આ 100 કરોડથી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. હાલ આ મામલે વધુ તપાસ શરૂ છે. શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં જે.પી.એન્ટરપ્રાઈઝ નામની બોગસ પેઢીમાંથી આ મસમોટું કૌભાંડ ઝડપાયું છે.

કૌભાંડ મામલે એક ઇસમની ધરપકડ

આ બોગસ પેઢી પ્રતિક રમણ નામના શખ્સ દ્વારા ઉભી કરવામાં હતી. તેમજ તેમાંથી ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવા માટે રૂ. 115 કરોડના બોગસ બીલો ઈસ્યુ કરવામાં આવ્યા હતા. આ બીલ મોટાભાગે કાસ્ટીંગ, ફોજીંગ અને પ્લાસ્ટિક મટીરીયલના બનાવવામાં આવ્યા હતા. તેમજ તેના પર 5 તથા 18ટકા ઈબ્યુટ ટેક્ષ ક્રેડીટ મેળવવામાં આવતી હતી પરંતુ હકીકતમાં કોઈ કાર્ગોની મુવમેન્ટ થતી ન હતી. જે અંગે GST વિભાગની ટીમ દ્વારા ગુપ્તરાહે તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ તપાસના અંતે શહેરમાં જે.પી.એન્ટરપ્રાઈઝ સહિત 14 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરાઈ હતી. કાર્યવાહી હાથ ધરવામા આવી હતી અને થોકબંધ બીલો કબ્જે કરવામા આવ્યા હતા.

આ પણ વાંચો: સ્ટેટ GSTની ટીમે રાજ્યમાં 71 સ્થળે કર્યા દરોડા, 1 હજાર કરોડનું બોગસ બિલિંગ કૌંભાડ પકડાયું

બોગસ બીલિંગનો આંક 500 કરોડ સુધી પહોંચવાનો અંદાજ

રાજકોટમાં બોગસ બીલિંગ કૌભાંડ સામે આવ્યા બાદ હજુ તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ DGGI, CGSTની ટીમ દ્વારા ઘટના સ્થળેથી સંખ્યા બંધ બોગસ બીલો કબ્જે કરવામાં આવ્યા હતા. આ બિલોની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે આ કૌભાંડનો આંક હજુ પણ વધશે અને અંદાજીત રૂ.500 કરોડની આસપાસ પહોંચવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.