- રોજગારક્ષેત્રમાં રોજગાર કચેરી દ્વારા ભરતી
- ભરતી મેળાઓ થકી વિવિધ સરકારી વિભાગો તેમજ ખાનગી ક્ષેત્રમાં તકો અપાઇ
- કોરોનાકાળમાં ઓનલાઈન ભરતીમેળાથી રોજગારી ઉપલબ્ધ કરાવાઈ
- ઈશ્વરસિંહ પટેલના હસ્તે નિમણૂંકપત્ર એનાયત થશે
રાજકોટ: આવતીકાલે રાજય સરકારના વિકાસલક્ષી પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજયવ્યાપી શરૂ કરાયેલા સેવાયજ્ઞના છઠ્ઠા દિવસે રોજગાર ( Employment ) દિન નિમિત્તે રાજયના પ્રધાન ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતીમાં વિવિધ ક્ષેત્રે ભરતી પામેલ ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરાશે.
શ્રમ અને રોજગાર વિભાગના રોજગાર વિનિમય કચેરીના માધ્યમથી ખાનગી એકમોમાં 3228 મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત આઇ.ટી.આઈ.ના સહયોગથી 572, નાયબ શ્રમ આયુક્તની કચેરીના લાયસન્સની મેનપાવર કોન્ટ્રાકટ દ્વારા 1621, શિક્ષણ વિભાગમાં મદદનીશ શિક્ષકો - માધ્યમિક વિભાગમાં 85 શિક્ષકો, ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં કેમ્પસ ઈંન્ટરવ્યુ દ્વારા પસંદગી પામેલ ઉમેદવારો પૈકી 407, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ (એપ્રેન્ટીસ તેમજ આર.એમ.સી.માં કાયમી મળીને) 322, ઉદ્યોગ અને ખાણ વિભાગ એકમોમાં 423, નર્મદા જળ સંચય વિભાગમાં મદદનીશ ઇજનેર સિવિલની 8, આરોગ્ય વિભાગમાં 87, રાજ્યવેરા નિરીક્ષકમાં 1 તેમજ સંયુક્ત ખેતીવાડી નિયામકમાં 1 મળીને કુલ 6745 ( Employment ) રોજગારવાંચ્છુકો યુવાનોની નિયુક્તિ કરવામાં આવી હોવાનું નિયામક ચેતન દવેએ જણાવ્યું છે.
ઓનલાઇન મેળાઓ દ્વારા 3514 લોકોનું પ્લેસમેન્ટ
આ ઉપરાંત વર્ષ 2020-21 માં 69 ઓનલાઇન ભરતી મેળાઓ દ્વારા 3514 લોકોનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું છે. તજજ્ઞોને નિમંત્રિત કરી 47 જેટલા કારકિર્દી લક્ષી વેબિનાર યોજવામાં આવ્યા હતાx. જેમાં 4348 લોકોએ લાભ લીધો હતો. ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટની તકો અંગે 78 જેટલા સેમિનારો દ્વારા 4798 જેટલા લાભાર્થીઓએ વિદેશમાં નોકરીની તકો ( Employment ) અંગે માહિતી પ્રાપ્ત કરી હતી.
આ પણ વાંચોઃ "રૂપાણી સરકારના પાંચ વર્ષ" : મુખ્યપ્રધાનની જાહેરાત, "કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ બનાવાશે"
આ પણ વાંચોઃ સરકારની 5 વર્ષની ઉજવણી: જ્ઞાન શક્તિ દિવસમાં સૌરભ પટેલ રહ્યા હાજર