- રાજકોટમાં 45 દીનદયાળ ઔષધાલય શરૂ કરાયા
- વિનામૂલ્યે લોકોને સારી સુવિધાઓ પોતાના વિસ્તારમાં મળશે
- રાજકોટ મનપા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
રાજકોટઃ રાજકોટમાં વિવિધ સ્લમ વિસ્તારમાં લોકોને આરોગ્યની (Health)સારી સુવિધા મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા(Rajkot Municipal Corporation ) દ્વારા દીનદયાળ ઔષધાલય શરૂ કરવામાં આવ્યા છે. જેનું આજે રાજ્યના વાહન વ્યવહાર પ્રધાન અને રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ (Arvind Raiani)લોકાર્પણ કર્યું હતું. રાજકોટના અલગ-અલગ 45 જેટલા વિસ્તારમાં આ ઔષધાલય (Pharmacy)શરૂ કરાયા છે. જેમાં વિવિધ સ્લમ વિસ્તારના લોકોને આરોગ્યની સુવિધાઓ પોતાના મહોલ્લા કે શેરીમાં જ મળી રહે તે પ્રકારની કામગીરી કરવામાં આવશે. જ્યારે રાજકોટમાં ઔષધાલય શરૂ કરવામાં આવતા વિસ્તારમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રધાન રૈયાણીના હસ્તે કરાયું લોકાર્પણ
રાજકોટ મનપા દ્વારા વોર્ડ નં. 4, 5, 6, 15 અને 16માં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.જ્યાં કેબિનેટપ્રધાન અરવિંદ રૈયાણીના હસ્તે શહેરમાં 45 સ્લમ વિસ્તારમાં ઔષધાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને દિનદયાળ ઔષધાલય નામ આપવામાં આવ્યું હતું. જ્યારે આ દીનદયાળ ઔષધાલયનું સ્લમ વિસ્તાર તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં લાભ લે તે માટે બનાવવામાં આવ્યા છે. જેમાં વિસ્તારવાસીઓને વિનામૂલ્યે સારી સુવિધાઓ પોતાના વિસ્તારમાં જ ઉપલબ્ધ થાય તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવા 45 જેટલા વિસ્તારમાં ઔષધાલય બનાવવામાં આવ્યા છે.
સેવાનો લોકો લાભ લે તે માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસ
મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના વોર્ડ નંબર 4,5,6,15 અને 16માં સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. જેને રાજ્યના કેબિનેટ પ્રધાન અરવિંદ રૈયાણીએ ખુલ્લો મુક્યો હતો. જ્યારે આ સેવાનો બહોળી સંખ્યામાં લોકો લાભ લે તે માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વહેલી સવારથી જ અલગ-અલગ ડોક્યુમેન્ટ કઢાવવા માટે મોટી સંખ્યામાં વિસ્તાર વાસીઓ સેવાસેતુ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા અને અલગ-અલગ ડોક્યુમેન્ટ કઢાવ્યા હતા. લોકોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તેમને જોતાં સરકારી ડોક્યુમેન્ટ પોતાના વિસ્તારમાં જ મળી રહે તે માટે આ પ્રકારના સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવતું હોય છે.
આ પણ વાંચોઃ પાટણમાં અકસ્માતો ઘટાડવા અને ભીડ નિયંત્રણ કરવા પોલીસને બે અદ્યતન વાહનોની ફાળવણી કરાઇ
આ પણ વાંચોઃ હાલમાં પરિવારમાં જનરેશન ગેપ કરતાં કોમ્યુનિકેશન ગેપ વધી રહી છે : સંજય રાવલ