ETV Bharat / city

રાજકોટમાં કોરોનાનો વધતો કહેર, 3848 લોકો ક્વોરન્ટાઈન, કુલ કેસ 149

author img

By

Published : Jun 12, 2020, 5:23 PM IST

ગુજરાતમાં કોરોનાની દહેશત યથાવત છે. દિન પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ જંગલેશ્વર સિવાય અનેક વિસ્તારમાંથી લોકો કોરોનાગ્રસ્ત બન્યાં છે. આ સાથે જ શહેરના કેટલાક વિસ્તારને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરી 3848 ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાં છે.

Rajkot
Rajkot

રાજકોટઃ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. જેને લઈને રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા અનેક કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી રાજકોટમાં માત્ર જંગલેશ્વર અને તેની આસપાસના વિસ્તારોમા જ કોરોનાના કેસ જોવા મળતા હતા પરંતુ હવે શહેરના ઘણા બધા વિસ્તારમાં લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે.

રાજકોટમાં કોરોનાનો વધતો કહેર

અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસની વાત કરીએ તો, શહેરમાં 101 અને ગ્રામ્ય વિસ્તારમાં 48 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. કુલ આંક 149 પર પહોંચ્યો છે. જ્યારે કોરોનાના કારણે અત્યારસુધીમાં પાંચ લોકોના મોત થયા છે. આ સાથે જ દિન પ્રતિદિન કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં મોટાભાગના લોકો અમદાવાદ કે અન્ય જિલ્લાના ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે.

Rajkot
રાજકોટમાં કોરોનાનો વધતો કહેર

જંગલેશ્વર વિસ્તાર સિવાય શહેરની અંકુર સોસાયટી, ગુરુજિંગર આવાસ યોજના, રાજીવ આવાસ, કેવલમ રેસિડન્સી, ધરમનગર, શાંતીની કેતન, આનંદનગર, સતાધાર પાર્ક, રેલનગર, નાથદ્વાર, શ્રીનાથજી, મવડી અને આંબેડકર નગર એમ અંદાજીત 11 જેટલા વિસ્તારોનો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 3948 લોકોને આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરટાઈન કરવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટના અન્ય વિસ્તારોમાં હવે કોરોનાના પોઝિટિવ કેસ વધતા શહેરીજનોમાં ચિંતા વધી છે. જ્યારે બીજી તરફ અનલોક 1 લાગુ કરવામાં આવતા દરરોજ રાજકોટમાં હજારો લોકોની અવરજવર પણ રહે છે, જેને લઈને લોકોમાં સહેલાઈથી કોરોનાનો ચેપ લાગવાની શક્યતાઓ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.