ETV Bharat / city

રાજકોટમાંથી રિક્ષા ચોરીના 3 ગુના માંગરોળમાં ઉકેલાયાં, એક આરોપીને ઝડપી લેતી પોલીસ - રાજકોટ

ચોરી કરનાર કૃત્યને અંજામ આપે ત્યારે પોતે હોંશિયારીથી કામ કર્યું છે તેવી ખાતરી રાખતો હોય છે. પરંતુ કાયદાના હાથ લાંબા છે તે સાચું થઇને રહે છે. વાત છે રાજકોટમાં રિક્ષાઓ ચોરી કરી લેનારની. જેણે એક નહીં, ત્રણ ત્રણ રિક્ષા ચોરી હતી. આ શાતીર દિમાગ ચોરને જૂનાગઢની માંગરોળ પોલીસે ઝડપી લીધો છે.

રાજકોટમાંથી રિક્ષા ચોરીના 3 ગુના માંગરોળમાં ઉકેલાયાં, એક આરોપીને ઝડપી લેતી પોલીસ

author img

By

Published : Jan 20, 2021, 5:46 PM IST

  • રાજકોટમાંથી રિક્ષાઓ ચોરનાર ઝડપાયો
  • માંગરોળની પોલીસે પકડ્યો રિક્ષા ચોર
  • રિક્ષા ચોરવા ક્યારેક હિન્દુ બની જતો તો ક્યારેક મુસ્લિમ

માંગરોળઃ રાજકોટમાં રિક્ષાઓ ચોરનાર ઇસમ અંગે જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસને બાતમી મળી હતી કે માંગરોળના ચારાબજારમાં રહેતા ઇમરાન ઉર્ફે મૂકો ઇસુબ શેખ પોતાના ઘરે ચોરી કરેલા વાહનો રાખે છે. બાતમીના આધારે માંગરોળના પીએસઆઈ સોલંકી અને તેમની ટીમે આરોપીના ચારાબજારના તેના ઘરે કોમ્બિંગ કર્યું હતું. સમગ્ર તપાસ દરમિયાન ઇમરાન પાસેથી નંબર પ્લેટ વિનાની ત્રણ ઓટો રિક્ષાઓ મળી આવી હતી. કુલ રુપિયા ત્રણ લાખની કીમતની ત્રણ રિક્ષાઓ પોલીસે મુદ્દામાલ તરીકે જપ્ત કરી હતી.

ચોરની મોડસ ઓપરેન્ડી-વેશબદલુની

આ રિક્ષાચોર વળી જ્યારે ચોરી કરવા રાજકોટ જતો હતો ત્યારે ઇમરાન તરીકેની ઓળખ છુપાવી મુકો દેવીપૂજક નામ ધારણ કરી લેતો હતો. જ્યારે તે જૂનાગઢ જિલ્લામાં હોય તો મુસ્લિમ બનીને ચોરી કરેલી રિક્ષાનો ઉપયોગ કરતો હતો. પોલીસે આ કેસમાં તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.