ETV Bharat / city

રાજકોટ કલેક્ટર કચેરીમાં 24 કલાક રેમડેસીવીર કંટ્રોલ રૂમ કાર્યરત - Rajkot NEWS

કોરોના સારવાર માટેની કથિત સંજીવની રેમડેસીવીર માટે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ થકી જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક ઈન્જેક્શન મળી રહે તે માટેની સુવિધા રાખવામાં આવી છે.

રાજકોટ કલેક્ટર કચેરીમાં 24 કલાક રેમડેસીવીર કંટ્રોલ રૂમ કાર્યરત

author img

By

Published : Apr 21, 2021, 8:07 PM IST

  • રાજકોટમાં કોરોના દર્દીઓને રેમડેસીવીર મળી રહે તે માટે સુવિધા
  • કલેક્ટરના આદેશ મુજબ 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો
  • રાજકોટમાં ઈન્જેક્શનની એક પણ માગ પેન્ડિંગ ન હોવાનું જાણવા મળ્યું

રાજકોટ: કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ વધતા જરૂરિયાત ધરાવતા દર્દીઓને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ પૂરતા પ્રમાણમાં રેમડેસીવીર ઈન્જેકશન મળી રહે તે માટે રાજકોટ જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે હોસ્પિટલોમાંથી આવતી ઇન્જેકશનની જરૂરિયાતના ઓનલાઇન ડોક્યુમેન્ટ તપાસીને મંજૂર કરવામાં આવે છે. કલેક્ટર કચેરી ખાતે રેમડેસીવીર ઇન્જેકશનની જરૂરિયાત અંગેની મંજૂરીઓ તત્કાલ આપવા માટે કોમ્પ્યુટરાઇઝ્ડ કંટ્રોલરૂમ રાઉન્ડ ધ ક્લોક શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં કોરોના દર્દીને આસાનીથી રેમડેસીવીર ઇન્જેક્શન મળી રહે તે માટે કલેક્ટરે કર્યું આયોજન

કંટ્રોલરૂમમાં બે મામલતદાર દ્વારા સતત મોનિટરીંગ

આ કંટ્રોલરૂમમાં બે મામલતદાર એચ.સી.તન્ના અને ઉત્તમ કાનાણી દેખરેખ રાખી રહ્યા છે. જ્યારે જુદી જુદી ત્રણ શિફ્ટમાં 12 જેટલા કર્મચારીઓ સેવા આપી રહ્યાં છે. વધુ વિગત આપતા મામલતદાર કાનાણીએ જણાવ્યું હતું કે, કંટ્રોલ રૂમ ખાતે જુદી જુદી કોલિંગ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલ અને કંટ્રોલ રૂમ વચ્ચે કોમ્યુનિકેશન માટે બે વોટ્સએપ નંબર 99740 73456 અને 99745 83255 પણ કાર્યરત છે. જેમાં હોસ્પિટલના પ્રતિનિધિ, દર્દીનું આધારકાર્ડ, પોઝિટિવ રિપોર્ટ, પ્રિસ્ક્રિપ્શન અને નિયત ઇન્ડેન ફોર્મ મોકલે છે. જેના આધારે તાત્કાલિક મંજૂરી આપી દેવામાં આવે છે. દર્દીના સગાને ઇન્જેક્શન માટે કોઈ મુશ્કેલી રહેતી નથી અને તેથી જ કાર્યવાહી હોસ્પિટલ અને કંટ્રોલ રૂમ વચ્ચે થાય છે. એપ્રુવલ મળતા જ હોસ્પિટલના પ્રતિનિધિ અથવા તે અધિકૃત કરે તેને આ ડૉક્યુમેન્ટ લઈને કુંડલીયા કોલેજના મધ્યસ્થ વિતરણ કેન્દ્ર ખાતેથી ઇન્જેક્શન આપવામાં આવે છે.

આ પણ વાંચો: પાટણમાં રેમડેસીવીર ઈન્જેકશન માટે વહીવટી તંત્રની અનોખી પહેલ

24 કલાક ચાલુ રહેતો રેમડેસિવિર કંટ્રોલરૂમ શરૂ

ઇન્જેકશનની જરૂરિયાત 24 કલાક દરમિયાન સૌથી વધુ બપોરથી સાંજના અરસામાં આવતી હોવાથી આ સમયગાળામાં કર્મચારીઓ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવે છે. કુંડલીયા કોલેજ મધ્યસ્થ કેન્દ્ર ખાતે ડેપ્યુટી કલેક્ટર સિદ્ધાર્થ ગઢવી તેમજ PDU કોલેજના ડો. સામાણી સહિતના અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે અને ત્યાં પણ વ્યવસ્થા માટે સ્ટાફની નિયુક્તિ કરવામાં આવી છે. મધ્યસ્થ કેન્દ્રમાં પૂછપરછ તેમજ અલગ અલગ વ્યવસ્થા માટે વિન્ડોઝ અને લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

ઇન્જેક્શનની એક પણ જરૂરિયાતની પેન્ડન્સી નહિ

કલેક્ટર કચેરીનાં કન્ટ્રોલ રૂમમાં રાજકોટની પ્રાઇવેટ 33 હોસ્પિટલો અને ગ્રામ્ય વિસ્તારની 21 હોસ્પિટલોમાંથી ઇન્જેક્શનની જરૂરિયાતો આવે છે અને તાત્કાલિક મંજૂર કરી દેવામાં આવે છે. એક પણ જરૂરિયાતની પેન્ડન્સી નથી. એ જ રીતે કુંડલીયા કોલેજ ખાતે પણ તાત્કાલિક કામગીરી કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં ઈન્જેક્શનનો પૂરતો જથ્થો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.