ETV Bharat / city

મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે રાજકોટમાં રૂપિયા 235 કરોડના વિકાસના કામોનું ઇ-લોકાર્પણ થશે - રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમેં આવતીકાલે સોમવારે સવારે 10 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે રૂપિયા 235 કરોડના વિકાસ કામોનું રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત યોજાશે.

મુખ્યપ્રધાન રૂપાણી
મુખ્યપ્રધાન રૂપાણી
author img

By

Published : Jun 6, 2021, 2:22 PM IST

  • સમગ્ર કાર્યક્રમ રાજકોટના રૈયા રોડ ખાતે આવેલા પ્રમુખ સ્વામી એડિટોરિયમમાં યોજાશે
  • મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, તેમજ શહેર ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે
  • નવા નિર્માણ થયેલા આવાસ યોજનાઓના ડ્રો થશે

રાજકોટઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટના વિકાસ માટે અનેકવિધ કાર્યો શરૂ છે. ત્યારે આવતીકાલે 7જૂનની રોજ મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે અંદાજીત રૂપિયા 235 કરોડ રૂપિયાના વિકાસના કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાવામાં આવશે. સમગ્ર કાર્યક્રમ રાજકોટના રૈયા રોડ ખાતે આવેલા પ્રમુખ સ્વામી એડિટોરિયમમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, તેમજ શહેર ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાને મોડાસામાં વિવિધ વિકાસના કામોનું ઇ-લોકાર્પણ કર્યું

રૂપિયા 235 કરોડના વિકાસના કામોનું થશે ખાતમુહૂર્ત-લોકાર્પણ

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે 7 જૂનના રોજ સવારે 10 વાગ્યે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે રૂપિયા 235 કરોડના વિકાસ કામોનું રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. આ સાથે જ રાજકોટમાં નવા નિર્માણ થયેલા આવાસ યોજનાઓના પણ ડ્રો થશે. આ કાર્યક્રમ રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે.તો આ સાથે જ ભાજપના નેતાઓ પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.