- 8 ડિસેમ્બર ભારત બંધ
- બંધ દરમિયાન 2,000 પોલીસકર્મી રહેશે ખડેપગે
- કોંગ્રેસ-NCP અને AAPનું બંધને સમર્થન
રાજકોટઃ શહેરમાં આવતીકાલેને મંગળવારે ખેડૂતોના ભારત બંધને લઈને અંદાજે 2,000 કરતાં વધુ પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેવાના છે. જેમાં DCP અને ACP કક્ષાના 15 પોલીસ અધિકારીઓ, PI-PSI કક્ષાના 100 કરતા વધુ અધિકારીઓ, જ્યારે 4 SRPની કંપની સહિત કુલ 2000 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહીને બંધ દરમિયાન ફરજ બજાવશે. આ ઉપરાંત શહેરમાં જો કોઈને પણ જબરજસ્તી બંધમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવશે, તો પોલીસ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરશે.
પોલીસ કમિશ્નર મનોગ અગ્રવાલે કરી અપીલ
આ અંગે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, મંગળવારે APMC તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને શહેરમાં કોઈને પણ જબરજસ્તી રીતે બંધમાં જોડવામાં આવશે, તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ પોલીસ કમિશ્નરે સોશિયલ ડિસ્ટન્સ તેમજ કોરોના નિયમોનું પાલન કરવાનું અને 8 ડિસેમ્બરે શહેરમાં 4 લોકોને ભેગા નહીં થવાની અપીલ પણ કરી છે.