રાજકોટઃ રાજ્યમાં કોરોના(Gujarat Corona Update)ના કેસ હાલમાં વધી રહ્યા છે. દરરોજ કોરોનાના કેસ 1 હજારની પાર જઈ રહ્યા છે, ત્યારે રાજકોટમાં પણ (Third Wave in Rajkot) દરરોજ 100ની આસપાસ આવી રહ્યા છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકા (RMC)નું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને રાજકોટમાં વિવિધ 100 જેટલા ધન્વંતરિ રથ અને 50 સંજીવની રથ શરૂ કરવામાં આવ્યા છે. આ રથ રાજકોટના વિવિધ વિસ્તારમાં જશે અને કોરોનાના ટેસ્ટિંગ ટ્રેસિંગ (Rajkot testing tracing) તેમજ દવાઓ આપશે.
150 જેટલા વિવિધ રથ તૈયાર કરવામાં આવ્યા
રાજકોટમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર વખતે મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંજીવની અને ધન્વંતરિ રથ તૈયાર કરવામાં આવ્યા હતા. આ રથો રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા અને વિવિધ જગ્યાએ કોરોનાનું ટેસ્ટિંગ, તેમજ કોરોનાના કેસોની ટ્રેસિંગ અને જો કોરોનાના સામાન્ય લક્ષણવાળા દર્દી હોય તો તેને ઘરે જ દવાઓ અપવાનું કામ કરવામાં આવતું હતું. જે રથો બીજી લહેર બાદ બંધ કરવામાં આવ્યા હતા, પરંતુ ફરી રાજકોટમાં કોરોનાના કેસ વધતા મનપા દ્વારા આજથી વિવિધ વિસ્તારમાં સંજીવની અને ધન્વંતરિ રથો દોડાવવામાં આવશે.
મનપા ખાતે વોરરૂમ શરૂ કરવામાં આવ્યો
રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી (Rajkot Health Officer) લલિત વાંજાએ આ અંગે જણાવ્યું હતું કે, શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોનાના પોઝિટિવ કેસ (Positive case in Rajkot) વધ્યા છે. ત્યારે મનપા ખાતે સ્પેશિયલ કોરોનાના કેસને લઈને વોરરૂમ શરૂ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
Third Wave Of Corona: અમદાવાદમાં ફરીથી પ્લેટફોર્મ ટીકીટનું વેચાણ થઇ શકે છે બંધ
Gujarat Corona Update: આજે રાજ્યમાં 4213 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં...