ETV Bharat / city

World Nature Photography Day : કુદરતને કચકડે કંડારવાનો દિવસ એટલે 'વિશ્વ નેચર ફોટોગ્રાફી દિવસ' - Photography Day

વિશ્વમાં આજે 15 જૂનના રાજ વિશ્વ નેચર ફોટોગ્રાફી દિવસ (World Nature Photography Day 2021) મનાવવામાં આવે છે. ફોટોગ્રાફીને પ્રાચીન સમયથી કળાના રૂપમાં જોવામાં આવી રહી છે. ત્યારે, ફોટોગ્રાફરો આબેહુંબ કુદરતને કચકડે કંડારીને ફોટોના માધ્યમથી પહોંચાડતા હોય છે. ત્યારે, લોકો કુદરતને ( Nature Photograph ) વધું જાણે અને આ જ પ્રકારની કળાને હસ્તગત કરે તે માટે નેચર ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

World Nature Photography Day
વિશ્વ નેચર ફોટોગ્રાફી દિવસ
author img

By

Published : Jun 15, 2021, 5:11 PM IST

Updated : Jun 15, 2021, 7:21 PM IST

  • 15 જૂને વિશ્વ નેચર ફોટોગ્રાફી દિવસની કરવામાં આવે છે ઉજવણી
  • કુદરતના સૌંદર્યને કચકડે કંડારવાનો દિવસ એટલે નેચર ફોટોગ્રાફી દિવસ
  • કુદરતની નજીક જતા જ સૌંદર્યને કચકડે કંડારવાનો શોખ ઊભો કરે છે

જૂનાગઢ: વિશ્વમાં આજે 15 જૂનના રોજ વિશ્વ નેચર ફોટોગ્રાફી દિવસ (World Nature Photography Day 2021) ઉજવવામાં આવે છે. કુદરતના ખોળામાં પથરાયેલા સૌંદર્યને કચકડે કંડારીને વિશ્વના લોકો સુધી પહોંચાડનાર ફોટોગ્રાફરો અને પ્રત્યેક વ્યક્તિ કુદરતને એકદમ નજીકથી જાણી શકે તેવા ઉમદા આશયથી નેચર ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાચીન સમયથી ફોટોગ્રાફીને કળાના માધ્યમ તરીકે પણ ઓળખવામાં આવી રહી છે. ત્યારે, ફોટોગ્રાફરો કુદરતને સુવ્યવસ્થિત રીતે કચકડે કંડારીને તેને આ જીવન માનસ પટ પર અકબંધ કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: પ્રકૃતિનું અનોખું આશ્ચર્ય છે કૈકરિલુ ઝાડ

ફોટોગ્રાફર્સનો કુદરતને તસ્વીરોમાં પરોવવાનો શોખ

આધુનિક સમયમાં ફોટોગ્રાફરોના પણ વિભાગો જોવા મળે છે. જે પૈકીના કેટલાક ફોટોગ્રાફરો કુદરતને તસ્વીરોમાં પરોવવાના શોખને કારણે સમગ્ર વિશ્વનું ભ્રમણ કરીને કુદરતની સુંદરતાને આપની સામે લઈ આવતા જોવા મળી રહ્યા છે. આવા ફોટોગ્રાફનું પ્રદર્શન પણ વિશ્વ ફલક પર આયોજિત થતું આવતું હોય છે અને તેમાં ખૂબ મોટા ઈનામોની રાશિ પણ ફોટોગ્રાફરો મેળવી રહ્યા છે.

નેચર ફોટોગ્રાફીનો શોખ જનુનમાં થાય છે પરિવર્તિત

નેચર ફોટોગ્રાફી કરવાનો શોખ ધરાવતી વ્યક્તિ સામાન્યપણે કુદરતથી બિલકુલ નજીક જોવા મળે છે. આ ઉપરાંત, કુદરતની નજીક ગયા પછી તેના સૌંદર્યને કારણે કોઈ વ્યક્તિ કુદરતને કચકડે કંડારવાનો શોખ ઊભો કરે છે અને આ શોખ જનુનમાં પરિવર્તિત થાય ત્યારે કુદરતનું આબેહૂબ સર્જન કેમેરા થકી કચકડે કંડારવામાં સફળતા પણ મેળવી શકે છે. સમગ્ર વિશ્વમાં કુદરત અમર્યાદિત રીતે પથરાયેલો જોવા મળે છે. ત્યારે, કોઈ પણ એક વિષય વસ્તુને ધ્યાને રાખીને જો ફોટોગ્રાફી કરવાની અદભુત કળા હસ્તગત કરવામાં આવે તો સમગ્ર વિશ્વમાં તેને નામના પણ મળે છે.

આ પણ વાંચો: સુમેર ક્લબ જામનગર ખાતે ફ્લાવર ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજાયું

ફોટોગ્રાફીના અલગ અલગ પ્રકારોમાં રૂચિ

વર્તમાન સમયમાં ફોટોગ્રાફીનાં પણ કેટલાક વિભાગો અસ્તિત્વમાં આવ્યા છે. કેટલાક ફોટોગ્રાફરો પ્રાણી જગતમાં રૂચિ ધરાવતા હોય છે. આમાં ફોટોગ્રાફરો પ્રાણીઓના ફોટોગ્રાફને લઈને સતત મહેનત કરતા હોય છે. કેટલાક ફોટોગ્રાફ્સ કુદરતી આફત કે કુદરત દ્વારા સર્જિત વિનાશમાં રુચિ રાખતા હોય છે. આવી જ રીતે ફોટોગ્રાફરોના અલગ અલગ રૂચિને કારણે તેઓ ખૂબ સારી ફોટોગ્રાફી થકી પોતે નામના મેળવી રહ્યા છે. ફોટોગ્રાફીના અનેક પ્રકારો અને વિષયોના સમય બદલવાની સાથે નવપલ્લિત થતા જાય છે. આમ, તેમાં રૂચિ ધરાવતા વ્યક્તિઓ પણ દર વર્ષે ઉમેરાતા જાય છે. પરંતુ, જે ફોટોગ્રાફીની મજા કુદરતને કચકડે કંડારવામાં આવતી હશે તે કદાચ બીજા કોઈ પણ ફોટોગ્રાફ્સ લેવામાં ન આવતી હોય તે કહેવું સ્વાભાવિક પણે સ્વીકારી શકાય તેમ છે.

Last Updated : Jun 15, 2021, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.