જૂનાગઢઃ જૂનાગઢના નવાબની ધર્મ નિરપેક્ષતાનું એક ઉદાહરણ (Junagadh Nawab Secularism) જોવા મળી રહ્યું છે જૂનાગઢ સંગ્રહાલયમાં. આ સંગ્રહાલયમાં (Junagadh Museum) નવાબે ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓ 100 વર્ષ કરતા પણ વધુ સમયથી સાચવીને રાખવામાં (World Museum Day 2022) આવી છે. જૂનાગઢના નવાબની ધર્મનિરપેક્ષતા આજે પણ સંગ્રહાલયમાં તેમની ચીજવસ્તુઓ પરથી જણાઈ આવે છે. નવાબે તેમના સમયમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ પર હિન્દુ દેવીદેવતાઓને માન સાથે (The place of Hindu deities in the Nawab belongings) સ્થાન આપીને ધર્મનિરપેક્ષતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પરંતુ બાદમાં તેમણે પાકિસ્તાનનું સમર્થન કરીને આ દેશ વિરુધ એક બળવો પોકાર્યો હતો અને આખરે તેમને ભારત છોડીને ભાગવું પડ્યું હતું.
જૂનાગઢના નવાબ આજે પણ આદર્શ બની શકે છે - જૂનાગઢના નવાબ ધર્મનિરપેક્ષતાને લઈને આજે પણ આદર્શ બની શકે છે. જૂનાગઢ સંગ્રહાલયમાં સંગ્રહિત વસ્તુઓમાં જૂનાગઢના નવાબની ધર્મનિરપેક્ષતાના દર્શન આજે પણ થાય છે. જૂનાગઢમાં નવાબી શાસન દરમિયાન તેમની ધર્મનિરપેક્ષતાનું પ્રમાણ ત્યારે પણ જોવા મળતું હતું. આજે તેમની વસ્તુઓ તેમના ધર્મનિરપેક્ષતાના પ્રમાણોને 100 વર્ષ કરતા વધુ સમયથી જૂનાગઢનું સંગ્રહાલય સાચવીને બેઠું છે.
આ પણ વાંચો- Ramkund Stepwell Bhuj: ભુજનો 300 વર્ષથી વધુ પ્રાચીન રામકુંડ ઝંખે છે જાળવણી, 30થી 35 ફૂટ જેટલી છે ઊંડાઈ
લોકોમાં પ્રીતિપાત્ર હતા નવાબ - જૂનાગઢમાં નવાબી શાસન દરમિયાન નવાબ તેમની ધર્મનિરપેક્ષતાને (Junagadh Nawab Secularism) કારણે પણ રાજ્યના લોકોમાં પ્રીતિપાત્ર હતા. તેના તેના પ્રમાણો આજે પણ જૂનાગઢમાં જોવા મળી રહ્યા છે. આવા કેટલાક પ્રમાણો જોઈને જૂનાગઢમાં આવતા દેશવિદેશના પ્રવાસીઓ પણ રોમાંચિત અનુભવ કરી રહ્યા છે.
આ પણ વાંચો- Kotay Sun Temple of Kutch : 9મી સદીના સોલંકી શૈલીનું ઐતિહાસિક સૂર્ય મંદિર ઝંખે છે જાળવણી
નવાબ ધર્મનિરપેક્ષતાને કારણે હતા સૌથી અલગ - જૂનાગઢના નવાબ તેમની ધર્મનિરપેક્ષતાના (Junagadh Nawab Secularism) કારણે પણ સૌથી અલગ જોવા મળતા હતા. ગિરનારના પહાડ પર ગુરુ દત્તાત્રેય શિખર સુધી સૌપ્રથમ વખત પગથીયાવાળી સિડીનું નિર્માણ કરવાનો શ્રેય પણ જુનાગઢના નવાબને જાય છે. આ સિડી આજે પણ 100 વર્ષ કરતાં વધુ સમયથી અનેક આસ્થા ધરાવનારા ભાવિકોને દત્તાત્રેય શિખર સુધી પહોંચાડે છે.
ધાર્મિક સ્થળના નિર્માણમાં નવાબે કરી હતી આર્થિક સહાય - તો ગિરનાર તળેટીમાં આવેલા વાઘેશ્વરી મંદિરના નિર્માણ માટે પણ નવાબે આર્થિક સહાય કરી હતી, જે પ્રાચીન ઈતિહાસ મુજબથી જાણવા મળે છે કે નવાબ માં વાઘેશ્વરી ના પરમ ભક્ત પણ હતા ત્યારે જૂનાગઢમાં આવેલા સંગ્રહાલયમાં નવાબની ચીજ-વસ્તુઓ સંગ્રહિત કરીને પ્રવાસીઓના પ્રદર્શન માટે મૂકવામા આવી છે તેમાં પણ હિંદુ દેવીદેવતાઓનું સ્થાન (The place of Hindu deities in the Nawab belongings) જોવા મળે છે.આ જૂનાગઢના નવાબની ધર્મ નિરપેક્ષતાનું પ્રમાણ આજે દેશ અને દુનિયાના પ્રવાસીઓ મેળવી રહ્યા છે.