આજે સમગ્ર વિશ્વમાં પુસ્તક દિવસની (World Book Day 2022) ઉજવણી થઈ રહી છે. ત્યારે આજથી જૂનાગઢ (World Book Day 2022 in Junagadh ) સહિત રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને મહેસાણામાં આધુનિક ટેકનોલોજીયુક્ત ડિજિટલ લાયબ્રેરીનું લોકાર્પણ (Junagadh Government Library Digital Library )કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં આવેલા 100 વર્ષ કરતાં વધુ જૂની સરકારી પુસ્તકાલયમાં આજે ડિજિટલ પુસ્તકાલય ઉભું કરવામાં આવ્યું છે.
આધુનિક સુવિધા ઊભી થઇ - આ સરકારી પુસ્તકાલયમાં આધુનિક ટેકનોલોજીના સમયમાં વાચકોને સમગ્ર વિશ્વ વિશે વાંચનની સુવિધા લાઇબ્રેરીમાં મળી રહે તેવા હેતુ સાથે આધુનિક અને ડિજિટલ માધ્યમની લાઇબ્રેરીની શરૂઆત આજથી (World Book Day 2022)કરવામાં આવી છે. બાળકોથી લઇને તમામ વયજૂથના વાચકો માટે અલગ અલગ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ World Book Day 2022: યુરોપિયનોએ સુરતના ઈતિહાસ પર લખેલી ડાયરી ક્યાં સચવાયેલી છે, શું તમે જાણો છો?
બાળકો માટેના ખંડને વિશેષ રીતે તૈયાર કરાયો -જિલ્લા પુસ્તકાલયમાં વાંચન શક્તિ ખીલે અને પ્રત્યેક વય જુથના વાચકો માટે અલગ વ્યવસ્થા આ ડિજિટલ લાઈબ્રેરીમાં ઉભી કરવામાં આવી છે. તેમાં ખાસ કરીને બાળકો માટેના ખંડને વિશેષ રીતે(World Book Day 2022) તૈયાર કરાયો છે. સામાન્ય રીતે બાળકો રમતા રમતા પોતાની ઇચ્છા મુજબનું વાંચન કરી શકે તે માટેનો એક અલગ અને બાળકોને ખૂબ જ આકર્ષિત કરે તે પ્રકારે વાંચન ખંડ તૈયાર કરાયો છે.
ઇન્ટરનેટ સાથેના કમ્પ્યુટરો પણ રાખવામાં આવ્યા - યુવાનોની (World Book Day 2022)વાચન ક્ષમતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાને રાખીને ડિજિટલ લાઈબ્રેરીમાં ઇન્ટરનેટ સાથેના કમ્પ્યુટરો પણ રાખવામાં આવ્યા છેં. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો ઇન્ટરનેટના માધ્યમ થકી પણ પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.
વરિષ્ઠ નાગરિકો માટે પણ ખ્યાલ રખાયો-શહેરના સિનિયર સિટીઝનો લાઇબ્રેરીમાં નિરાંતે બેસીને ખૂબ જ આરામદાયક પરિસ્થિતિમાં વર્તમાનપત્રથી લઈને પુસ્તકો અને તેમને અનુકૂળ ગ્રંથોનું વાંચન કરી શકે તે માટેની ખાસ અને વિશેષ વ્યવસ્થા ડિજિટલ લાઈબ્રેરીમાં શરૂ (World Book Day 2022) કરવામાં આવી છે.