ETV Bharat / city

World Blood Donor Day : વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણી ની વચ્ચે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીઓ લોહી મેળવવા માટે કરી રહ્યા છે ચિંતા - World Blood Donor Day

આજે સમગ્ર વિશ્વમાં રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 2004 માં વિશ્વના તમામ દેશોએ રક્તદાન પ્રવૃત્તિને વેગ મળે અને રક્તદાતાઓને સુરક્ષા પ્રાપ્ત થાય તેવા ઉમદા ઉદેશ્ય સાથે દર વર્ષની 14મી જૂનના દિવસે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરાઈ હતી. ત્યારથી 14મી જૂનના દિવસે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ કાળમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીઓ લોહીની ખેંચને કારણે ખૂબ જ મુશ્કેલ ભર્યા સમયમાંથી પસાર થયા છે.

xxx
World Blood Donor Day : વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણી ની વચ્ચે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીઓ લોહી મેળવવા માટે કરી રહ્યા છે ચિંતા
author img

By

Published : Jun 13, 2021, 10:44 PM IST

  • આજે વિશ્વ રક્તદાતા દિવસ
  • કોરોનાકાળમાં થેલેસેમિયાના દર્દીઓને લોહી મળવુ મુશ્કેલ
  • ભારતમાં રક્તદાનને નથી મળી રહ્યુ પુરતુ પ્રોત્સાહન

જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વમાં રક્તદાતા દિવસ (World Blood Donor Day) ન ઉજવણી કરવામાં આવી રહી છે વર્ષ 2004માં વિશ્વના તમામ દેશોએ રક્તદાન પ્રવૃત્તિને ઉત્તેજના અને પ્રોત્સાહન મળે તેમજ રક્તદાતા સુરક્ષિત થાય તેવા ઉમદા ઉદેશ્ય સાથે વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણી ની શરૂઆત કરવામાં આવી હતી ત્યાંથી દરવર્ષની 14મી જૂનના દિવસે સમગ્ર વિશ્વના દેશો રક્તદાતા દિવસ ની ઉજવણી કરતા આવ્યા છે. ત્યારે કોરોના સંક્રમણ કાળમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીઓને પાછલા દોઢ વર્ષ દરમિયાન લોહી મેળવવા માટે ખૂબ મોટી મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો કોરોના સંક્રમણને કારણે બ્લડ બેંકમાં પણ લોહીનો પૂરતો જથ્થો ન હોવાને કારણે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીઓને લોહી મેળવવા માટે ખૂબ જ મુશ્કેલ ભર્યા સમયમાંથી પસાર થવું પડ્યું હતું.

કોરોના સંક્રમણ કાળ થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીઓ માટે બન્યો કપરો કાળ

કોરોના સંક્રમણમાં પ્રત્યેક વ્યક્તિ શારીરિક માનસિક અને આર્થિક રીતે ખૂબ જ મુશ્કેલ ભર્યા સમયમાંથી પસાર થયા હતા. આવા સમયે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના માતા પિતાઓ પણ ખૂબ જ મુશ્કેલ ભર્યા સમયમાંથી પસાર થતાં જોવા મળ્યા હતા. સામાન્ય રીતે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને તેમની ઉંમર અને તેના તંદુરસ્તીને ધ્યાને રાખીને 21 દિવસથી લઈને 18 દિવસની સમયમર્યાદામાં લોહી ચઢાવવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. ત્યારે કોરોના સંક્રમણ કાળમાં સતત ભયની વચ્ચે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીઓ પોતાના સંતાન માટે શહેર અને બ્લડ બેન્કમાં લોહીની શોધ કરતા જોવા મળતા હતા આવો અનુભવ જૂનાગઢના એક વાલીએ ETV Bharat સમક્ષ વર્ણવ્યો હતો

કોરોના સંક્રમણ અને રસીકરણ રક્તદાતાઓ માટે બન્યો મુશ્કેલીનો સમય

કોરોના સંક્રમણને કારણે સૌ કોઈ મુશ્કેલીમાં જોવા મળતા હતા. આવા સમયે રસીકરણને કારણે પણ રક્તદાતાઓને લોહીનું દાન કરવા માટે તેમજ બીમાર લોકોને લોહી મેળવવા માટે ખૂબ જ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થવું પડ્યું હતું. કોઈ પણ રક્તદાતા કોરોનાની રસી લીધા પછી ઓછામાં ઓછા 90 દિવસ સુધી લોહીનું દાન કરી શકતા નથી. જેને કારણે બ્લડ બેંકોમાં લોહીનું શંકટ ઊભું થયું હતું. જેને પરિણામે ખાસ કરીને થેલેસીમિયાની સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના વાલીઓને ખૂબ મોટી મુશ્કેલી માંથી પસાર થવું પડ્યું હતું.

World Blood Donor Day : વિશ્વ રક્તદાતા દિવસ ની ઉજવણી ની વચ્ચે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વાલીઓ લોહી મેળવવા માટે કરી રહ્યા છે ચિંતા

આ પણ વાંચો : World Day Against Child Labour: જૂનાગઢના બાળકો મજૂરી કરતાં જોવા મળ્યાં

રક્તદાન પ્રવૃતિને નથી મળતુ પ્રોત્સાહન

આપણા દેશમાં રક્તદાન પ્રવૃત્તિને હજુ સુધી જોઈએ તેટલો વેગ વિશ્વના અન્ય દેશોની સરખામણીએ મળતો જોવા મળતો નથી. આપણે ચોક્કસ કહી શકીએ કે પાછલા કેટલાક વર્ષોમાં રક્તદાન પ્રવૃત્તિ અને રક્તદાતાઓની સંખ્યા વધતી જોવા મળી રહી છે, પરંતુ સમગ્ર વિશ્વના પરિપેક્ષમાં આપણે વિચાર કરીએ તો ભારત જેવા દેશમાં લોહીની આયાત કરવા સુધીની પરિસ્થિતિ આજે પણ જોવા મળે છે. જે રક્તદાન પ્રવૃત્તિ અને રક્તદાતાઓની ખૂબ મોટી ઘટનું સ્પષ્ટ કારણ પણ બતાવી આપે છે આવા સંજોગોમાં આકસ્મિક રીતે લોહીની જરૂરીયાત પૂરી પાડવી ખૂબ જ મુશ્કેલ અને સંકટ ભરી બની રહી છે.

આ પણ વાંચો : આજે વિશ્વ બાળ શ્રમ નિષેધ દિવસ, કોરોનાના કારણે બાળ શ્રમિકોની સંખ્યામાં 84 લાખની વૃદ્ધિ

ભારતમાં સૌથી વધારે લોહીની જરૂર અકસ્માતના કિસ્સાઓમાં જોવા મળે છે

આપણા દેશમાં લોહીની સૌથી વધારે જરૂરિયાત અકસ્માતના કિસ્સાઓમાં જોવા મળે છે. અકસ્માતમા ખૂબ મોટા પ્રમાણમાં લોહી વહી જતું હોય છે આવા કિસ્સામાં દર્દીને તાકીદે લોહીની જરૂરીયાત ઉભી થાય છે. વધુમાં ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકના જન્મ સમયે પણ કેટલીક માતાઓને લોહીની આકસ્મિક જરૂરિયાત ઊભી થાય છે જેને પહોંચી વળવા માટે રક્તદાન કેમ્પો આયોજિત થતા રહે છે, પરંતુ તેનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાને કારણે લોહીની અછતનો પણ ક્યારેક સામનો કરવો પડે છે અને કેટલાક કિસ્સામાં દર્દીઓ લોહી સમયસર નહીં મળવાના કારણે મોતને પણ ભેટે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.