- સતત વધતી જતી મોંઘવારીને લઈને મહિલાઓમાં જોવા મળ્યો આક્રોશ
- મોંઘવારીનું માર સહન કરતાં મધ્યમવર્ગને તેમાંથી બહાર કાઢવા કરાઈ માગ
- દૂધ, કઠોળ, કરિયાણું, તેલ, શાકભાજી, પેટ્રોલ, ગેસ સહિત તમામ વસ્તુઓ થઈ રહી છે મોંઘી
જૂનાગઢઃ દેશમાં સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં આજે ગુરૂવારે જૂનાગઢની મહિલાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે, દિન.પ્રતિદિન સતત વધી રહેલી મોંઘવારી પર કાબૂ મેળવીને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર ( Central Government ) મધ્યમ વર્ગને ઉગારે તેવી અમારી માગ છે. છેલ્લા કેટલાક વર્ષોથી મોંઘવારીનો ગ્રાફ સતત ઉચકાતો રહ્યો છે.

કોરોના સંક્રમણને કારણે મધ્યમ વર્ગની મોટા ભાગની આવક મર્યાદિત
જેમાં જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓની સાથે ક્રૂડ અને ગેસ સહિતના બજાર ભાવો આજે મહત્તમ જોવા મળી રહ્યા છે. જેની વિપરીત અસર ખાસ કરીને મધ્યમ વર્ગ પરિવારો પર જોવા મળે છે. આજે કોરોના સંક્રમણ( Corona transition )ને કારણે મધ્યમ વર્ગની મોટા ભાગની આવક મર્યાદિત બની રહી છે, તો બીજી તરફ સતત વધતી મોંઘવારીને કારણે પરિવારોનું જીવન નિર્વાહ કરવું પણ ખૂબ જ આકરું બની રહ્યું છે.

આ પણ વાંચોઃ જામનગરમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મદ્દે વિરોધ પ્રદર્શન
રાંધણ ગેસના ભાવમાં સતત વધારો
રાંધણ ગેસના ભાવમાં તાજેતરમાં જ 25 રૂપિયા કરતાં વધુનો વધારો થયો છે. પાંચ વર્ષ પહેલા ગેસ સિલિન્ડર 430 રૂપિયાની આસપાસ મળતો હતો જે આજે 830 રૂપિયાને પાર થઈ ગયો છે. આ ઉપરાંત દૂધમાં પણ પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો ( price rise ) કરવામાં આવ્યો છે. દૈનિક જરૂરિયાત એવા તમામ પ્રકારના શાકભાજીના ભાવો પણ હવે ઊંચકાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ હાય રે મોંઘવારી! મોંઘવારીના વધતા મારથી નગરજનો ત્રસ્ત
સિંગતેલના ભાવ આસમાને
કઠોળ, અનાજમાં પણ મોંઘવારી ફેલાવવામાં જાણે કે હરીફાઈ કરતા હોય તે પ્રકારે સતત ભાવ વધી રહ્યા છે. આજથી પાંચ વર્ષ પહેલા 15 કિલો સિંગતેલના ભાવ જે હતા તેમાં અત્યારે હજાર કરતાં વધુનો ઉછાળો આવ્યો છે. સીંગતેલ પણ મધ્યમ વર્ગ માટે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. આવી પરિસ્થિતિમાં આજે આવેલા રાંધણગેસના ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગીય પરિવારો ખૂબ જ મુશ્કેલ ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા હોય તેવો અનુભવ ગૃહિણીઓ કરી રહી છે.