જૂનાગઢ : ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ (Congress MLA Lalit Vasoya) ભાજપમાં જોડાવાની વાતનો આજે સોમનાથ ખાતેથી છેદ ઉડાવ્યો છે. ભાજપ પર આકરા પ્રહારો (Congress Attacks BJP) કરતાં જણાવ્યું છે કે, કોંગ્રેસ વર્ષ 2022 માં આક્રમકતાથી ચૂંટણી જંગમાં ઉતરવાની છે. તેમજ વર્ષ 2017 કરતાં પણ સર્વશ્રેષ્ઠ પરિણામ મેળવશે તેવો ભરોસો સોમનાથ આવેલા ધારાસભ્ય લલિત વસોયાએ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : નરેશ પટેલે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને નિર્ણય લીધો: લલિત વસોયા
લલિત વસોયાએ ભાજપમાં જોડાવાની વાતનો ઉડાવ્યો છેદ - ઉપલેટા ધોરાજી વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય અને એક સમયે પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલના ખૂબ જ નજીક ગણાતા લલિત વસોયાએ પોતે ભાજપમાં જોડાવાના છે. તેવી વાતો માધ્યમોમાં સતત ચાલી રહી છે તેનો આજે સોમનાથ ખાતે છેદ ઉડાવી દીધો છે. લલિત વસોયાએ જણાવ્યું છે કે, પાછલા ઘણા સમયથી અને ખાસ કરીને હાર્દિક પટેલના કોંગ્રેસના છોડવાથી તેવો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આવા જુઠા અને સત્યથી વેગડા સમાચારો માધ્યમોમાં તેમના વિરોધમાં કેટલાક લોકો ઇરાદાપૂર્વક ચલાવી રહ્યા છે. જેનો આજે ખુદ લલિત વસોયાએ છેદ ઉડાવીને પોતે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર છે. રહેશે તેવો ભરોસો આજે સોમનાથ મહાદેવ સમિપે લલિત વસોયાએ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : ઇન્સ્પેકટર કચેરીનું લોકાર્પણ અંગે મીડિયા કર્મીએ પોલીસને સવાલ પૂછતા આકરા શબ્દોમાં કર્યા ડરાવવાના પ્રયત્ન
2022માં કોંગ્રેસ આક્રમકતાથી ચૂંટણી લડીને જીતી બતાવશે - લલિત વસોયાએ સોમનાથ ખાતે આગામી ચૂંટણી જંગની પ્રચારણ નીતિને લઈને પણ ખુલાસો કર્યો છે. લલિત વસોયાએ માધ્યમ સમક્ષ વાત કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2022 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ કોંગ્રેસ ખૂબ જ આક્રમકતા પૂર્વક લડશે અને જીતી પણ બતાવશે. જે પરિણામો વર્ષ 2017માં કોંગ્રેસને પ્રાપ્ત થયા હતા તેનાથી પણ ખૂબ સારા ચૂંટણીના પરિણામો કોંગ્રેસને વર્ષ 2022 ની ચૂંટણીમાં પ્રાપ્ત થવા જઈ રહ્યા છે. જેના માટે કોંગ્રેસનો એક એક સંનિષ્ઠ કાર્યકર કામે લાગી ગયો છે. ભાજપના દુષ્પ્રચાર અને જન વિરોધી નીતિઓને કારણે લોકો ભાજપથી દૂર થઇ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં હવે કોંગ્રેસ ખૂબ જ આક્રમકતાથી ચૂંટણીજંગમાં જોડાવા જઈ રહી છે અને ખૂબ સારા પરિણામો માટે સોમનાથ ખાતે રાષ્ટ્રકક્ષાની બેઠકનું (National Level Meeting at Somnath) આયોજન થયું છે. તેમાં ભાગ લઈને પ્રત્યેક કાર્યકર કોંગ્રેસને જીતાડવા માટે કમર કસી રહ્યું છે. જેની શરૂઆત સોમનાથ મહાદેવ થી કરવામાં આવી છે