- જૂનાગઢ APMCમાં રવિ પાકોની થઈ પુષ્કળ આવક
- જૂનાગઢ APMC શિયાળુ પાકોની આવકથી ઉભરાયું
- અત્યાર સુધી બે લાખ દસ હજાર કરતાં વધુ બોરી શિયાળુ પાકોની આવક નોંધાઇ
- આગામી દિવસોમાં શિયાળુ પાકોની મબલખ આવકનો એપીએમસીનું અંદાજ
જૂનાગઢ: APMCમાં શિયાળુ પાકોની મબલખ આવક જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 2,10,000 બોરીની આસપાસ ઘઉં, ચણા, તુવેર, દાણા સહિતના રવિ પાકોની આવક થઈ રહી છે. જેને લઇને સરદાર પટેલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ રવિ પાકોની આવકથી ઉભરાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં આવકમાં વધુ કેટલો વધારો થવાની શક્યતાઓ APMCના સત્તાધીશો વ્યક્ત કરી રહ્યાં છે. જેને કારણે આગામી દિવસોમાં આવક વધવાની સાથે APMCમાં કૃષિ જણસોના ડુંગર ખડકાતા જોવા મળશે. ચોમાસા દરમિયાન પડેલો અતિભારે વરસાદ હવે શિયાળુ પાકોમાં આશીર્વાદ સમાન બની રહ્યો છે. જેને કારણે શિયાળામાં ઉત્પાદિત થતા કૃષિપાકોની મબલખ આવક થઈ રહી છે. જે જૂનાગઢ APMCમાં આવી રહી છે.
APMCએ ખેડૂતોને આગવું આયોજન કરવા કરી વિનંતી
આગામી દિવસોમાં જેમ જેમ શિયાળુ પાકો ખેતરમાંથી બહાર આવી રહ્યાં છે. તેમ- તેમ માર્કેટિંગ યાર્ડોમાં કૃષિ જણસોની આવક સતત વધતી જોવા મળશે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સચિવ પી.એસ.ગજેરાએ ખેડૂતોને કોઈપણ કૃષિ જણસો વહેંચવા માટે આવતા પૂર્વે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો તેમજ માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા કાયદેસર વેપારીઓને કમિશન એજન્ટોનો સંપર્ક કરીને પોતાની કૃષિ જણસ માર્કેટિંગ યાર્ડમાં લાવવા માટે વિનંતી કરી છે. માર્કેટિંગ યાર્ડની કૃષિ જણસોને સમાવી શકવાની ક્ષમતાને લઇને ખેડૂતોને કોઈ અગવડતા ન પડે તેને ધ્યાને રાખીને માર્કેટિંગ યાર્ડ પણ આગવું આયોજન કરી રહ્યું છે. વિપુલ પ્રમાણમાં ઉત્પાદિત થયેલા શિયાળુ પાકોને લઈને માર્કેટિંગ યાર્ડમાં બમ્પર આવકની શક્યતાઓ APMCના સત્તાધીશો વ્યક્ત કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને પોતાની કૃષિ જણસોને રાખવા માટે કોઈ અગવડતા ન પડે તે માટે તેમના કમિશન એજન્ટ વેપારી અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો : પ્રગતિશીલ ખેડૂતે મધમાખી ઉછેર કેન્દ્ર કર્યું શરૂ