જૂનાગઢ : આજે ભીમ અગિયારસનો તહેવાર છે. સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા અને પદ્ધતિ મુજબ આજના દિવસે ખેડૂત આખા વર્ષની કૃષિ સીઝનનો (Bhim Agiyaras 2022) પ્રારંભ કરતો હોય છે,, ત્યારે આજે જુનાગઢના ધરતીપુત્રોએ વાવણી કાર્ય કરીને આગામી વર્ષની (Sowing in Saurashtra) કૃષિ સિઝનના શ્રી ગણેશ કર્યા છે. તો બીજી એક પ્રાચીન માન્યતા પ્રમાણે આજના દિવસે જમીનમાં બીજને રોપવાથી કૃષિ પાકોમાં ખૂબ સારો ઉતારો આવે છે. આવી માન્યતાને લઈને પણ ભીમ અગિયારસના શુભ મુહૂર્તમાં ખેડૂતો દ્વારા વાવણી કાર્ય શરૂ કર્યું છે.
આ પણ વાંચો : સરકારના આદેશ પછી મહીસાગરના કડાણા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું
ધન્યા અને ધનનો વૈભવ જળવાઈ રહે તેવી છે માન્યતા - આજે ભીમ અગિયારસના પાવનકારી તહેવારે જૂનાગઢ સહિત આસપાસના વિસ્તારોમાં ધરતીપુત્રો દ્વારા કૃષિ જણસોના વાવેતર કરવાના શ્રી ગણેશ કર્યા છે. સૌરાષ્ટ્રની પ્રાચીન પરંપરા મુજબ આજના દિવસે (Agriculture Season in Gujarat) કરવામાં આવતા વાવણીકાર્યથી ધાન્ય અને ધન-વૈભવ જળવાઈ રહે છે. તેને કારણે વર્ષોની પ્રાચીન પરંપરા મુજબ ભીમ અગિયારસના દિવસે ખેડૂતો દ્વારા વાવણી કાર્યના શ્રીગણેશ કરાતા હોય છે. આજના દિવસે કરાતી વાવણી હળ સાથે બળદને જોડીને કરવાની પણ વિશિષ્ટ પરંપરા છે. તે મુજબ આજથી વાવણી કાર્યના ખેડૂતો દ્વારા શ્રી ગણેશ (Junagadh Bhim Agiyaras) કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : કચ્છ જિલ્લામાં સમયસર વરસાદ ન આવતા વાવણી વ્યર્થ જાય તેવી ભીતિ
વાવણી ની પ્રાચીન પરંપરા આજે પણ જળવાઈ - સૌરાષ્ટ્રમાં વર્ષોથી પ્રથમ વાવણી (Junagadh Sowing Season) કરવાની પ્રાચીન પરંપરા આજે પણ જળવાઈ રહી છે. તે મુજબ ભીમ અગિયારસના દિવસે એટલે કે નિર્જળા એકાદશીએ ખેડૂતો દ્વારા સમગ્ર વર્ષની પ્રથમ ચોમાસુ વાવણીની શુભ શરૂઆત કરાતી હોય છે. આજના દિવસે કરાયેલી વાવણીથી કૃષિ પાકોમાં ખૂબ સારું ઉત્પાદન મળવાની માન્યતા છે. સાથે સાથે આજના દિવસે વાવણી કાર્ય સંપન્ન થતા વરસાદ પણ ખૂબ સારો અને કૃષિ પાકોને અનુકૂળ તેમજ સમગ્ર ધરતી માટે ઉપકારક હોવાનું પણ માનવામાં આવે છે. તેને કારણે પણ ભીમ અગિયારસના દિવસે ખેડૂતો દ્વારા વાવણી કાર્યને પૂર્ણ કરવામાં આવતો હોય છે.