જૂનાગઢ જો તમે ટેટૂ કરાવવા માંગતા હો તો સાવધાન થઈ જજો (warning to Tattoo enthusiast). અસલામતી ભર્યા પ્રત્યેક ટેટૂ તમને કોઈ ગંભીર અને જીવલેણ બીમારીનો ચેપ લગાડી શકે છે. તાજેતરમાં જ વારાણસીમાં (Varanasi Tattoo incidents) આવા શંકાસ્પદ અને ચિંતાજનક કિસ્સાઓ સામે આવ્યા છે. જાહેર માર્ગો પર ટેટૂ કરાવ્યા બાદ કેટલાક લોકો HIV જેવા ગંભીર બીમારીનો ભોગ બન્યા છે.
ટેટૂ કરાવવાથી સાવધાન જૂનાગઢમાં પણ સ્ટ્રીટ આર્ટિસ્ટો દ્વારા ટેટૂ કરવામાં આવી રહ્યા છે. જેને લઈને જૂનાગઢના તબીબ લોકોને ખૂબ જ સાવચેત રહેવા અને પરીક્ષણ બાદ જ ખૂબ જ અનિવાર્ય સંજોગોમાં ટેટૂ કરવાની સલાહ આપી રહ્યા છે. જો તમે ટેટૂ કરાવવાના શોખીન હો તો થઈ જજો સાવધાન ટેટૂ કરવાનો તમારો શોખ તમને કોઈ ગંભીર ચેપી અને જીવલેણ રોગની (Serious Infectious and Fatal Disease by Tattooing) ભેટ આપી શકે છે. તાજેતરમાં જ વારાણસીમાં આવા ચિંતાજનક કિસ્સા સામે આવ્યા છે.
આ પણ વાંચો શરીર પર ટેટૂ બનાવવાથી કયા કયા ગેરફાયદા છે જાણો
ટેટૂનો શોખ કરી શકે છે જીવલેણ બીમારી સ્થાનિક સ્ટ્રીટ આર્ટિસ્ટ દ્વારા ટેટૂ કર્યા બાદ કેટલાક વ્યક્તિઓ HIV સહિત ગંભીર બીમારીનો ભોગ બન્યા છે જેનો ખુલાસો થતાં ટેટૂનો શોખ જીવલેણ બીમારીના રૂપમાં લોકોમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે જૂનાગઢમાં પણ સ્ટ્રીટ આર્ટીસ્ટ દ્વારા આ પ્રકારે ટેટૂ બનાવવામાં આવી રહ્યા છે. જેની સામે તબીબો લોકોને સાવધાન કરી રહ્યા છે અને ખૂબ જ અનિવાર્ય સંજોગોમાં ટેટૂ કરાવવું હોય તો તમામ પ્રકારની તકેદારી સાવચેતી (Safety Precaution for Tattoo enthusiast) સાથે કરવાની સલાહ આપી રહ્યા છે
ટેટૂના સ્ટ્રીટ આર્ટિસ્ટો એકની એક સોય જૂનાગઢના તબીબ શ્યામ માકડીયા ETV Bharatની ખાસ વાતચીતમાં સ્ટ્રીટ આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવેલા ટેટૂ સામે લોકોને ખૂબ જ ગંભીરતાપૂર્વક સાવચેત (street artist tattoo warnings) કરતા તેમણે જણાવ્યું હતું કે, જાહેર માર્ગો અને મેળાના સ્થળો પર ટેટૂના સ્ટ્રીટ આર્ટિસ્ટો એકની એક સોય મોટાભાગના લોકોમાં ઉપયોગ (Tattoo Needle used in Public Places ) કરતા હોય છે. જેને કારણે HIV અને ઝેરી કમળા જેવી લોહીની બિમારી લોકોને લાગી શકે છે.
જાહેરમાં અથવા રસ્તા પર ટેટૂ કરાવવાનું ટાળવું વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ટેટૂને લઈને સાવચેત રહેવું અને શક્ય હોય તો જાહેરમાં અથવા રસ્તા પર ટેટૂ કરાવવાનું ટાળવું જોઈએ. અન્યથા ખૂબ જ સાવચેતી અને સલામતી તેમજ તમામ પ્રકારની તકેદારી સાથે ખૂબ જ ગંભીરતા પૂર્વક ટેટૂ કરાવવા માટે વ્યક્તિએ આગળ આવવું જોઈએ. ટેટૂમાં ઉપયોગમાં લેવામાં આવતી શાહીમાં સીસાનું પ્રમાણ ખૂબ હોય છે.
આ પણ વાંચો અમરેલી LCBએ માથા વગરના મૃતદેહનો ભેદ 'ટેટૂ માર્ક' પરથી ઉકેલ્યો
બિમારી અને એલર્જીની શક્યતાઓ આ શાહી (Tattoo Needle spread many Diseases) પાતળી સોય દ્વારા ચામડીના તમામ સ્તરોની નીચે પહોંચાડવામાં આવે છે. જેને કારણે પણ શરીરમાં અનેક બિમારી અને એલર્જીની શક્યતાઓને નકારી શકાતી નથી. આ બીમારીઓ શરીરની અંદર પ્રવેશે છે. જે અંતે ખ્યાલ ન રહેતા ગંભીર સ્વરૂપ લે છે. ત્યારે ટેટૂના શોખીન લોકો ટેટૂ કરાવતી વખતે આરોગ્ય લક્ષી તકેદારી તેમજ ખાસ કાળજી રાખે તો ગંભીર પ્રકારની બીમારીઓ જેવી કે HIV અને હિપેટાઇટિસ B જેવી ગંભીર બીમારીથી (HIV and Hepatitis B diseases) બચાવ થઈ શકે તેમ છે.