- ખાંભા નજીક એક સાથે 17 સિંહો રાત્રી ના સમયે માર્ગ પરથી પસાર થતા જોવા મળ્યા
- માર્ગ પરથી પસાર થતા સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
- કોઇ વાહન ચાલકે સિંહનો વિડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં કર્યો શેર
અમરેલી: અમરેલી જિલ્લા ખાંભા તાલુકાના પીપળવાથી ચતુરી તરફ જતાં માર્ગ પર રાત્રિના સમયે એક સાથે 17 જેટલા સિંહો જતા હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર થયો હતો. રાત્રિના સમયે પીપળવાથી ચતુરી તરફ જતા માર્ગ પર પસાર થતા કોઇ વાહન ચાલકને આટલી મોટી સંખ્યામાં સિંહો નજરે ચડતા તેના મોબાઇલના કેમેરામાં સિંહનો વીડિયો કેદ કર્યો હતો. આ વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
એક સાથે ૧૭ જેટલા સિંહોનો વીડિયો સામે આવ્યો
સિંહ શિકારની શોધ અને અન્ય વિસ્તારમાં અવરજવર માટે રાત્રિનો સમય પસંદ કરતા હોય છે. ત્યારે એક સાથે ૧૭ જેટલા સિંહો માર્ગ પરથી પસાર થઈ રહ્યા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. એક સાથે અનેક સિંહ તેના બચ્ચાઓ સાથે શિકાર કે અન્ય કારણોસર માર્ગ પરથી ચાલતા જોવા મળ્યા હતા. કોઇ વાહન ચાલકે તેના મોબાઇલના કેમેરામાં વીડીયો કેદ કર્યા હતો.
સિહનો પરિવાર માર્ગ પર રાત્રીના સમયે જોવા મળ્યો
શિકારથી લઈને અન્ય વિસ્તારમાં જવા સુધીના સમયે સિંહો મોટે ભાગે પરિવાર સાથે જોવા મળતા હોય છે, ત્યારે એક સાથે સિહનો પરિવાર માર્ગ પર રાત્રીના સમયે ચાલતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: ખાંભા-તુલસીશ્યામ રેન્જમાં રેસ્ક્યુ કરાયેલા સિંહમાંથી 6 સિંહને મુક્ત કરાયા
આ પણ વાંચો: અમરેલીના ખાંભા ગીર વિસ્તારમાં સિંહ પરિવારનો માર્ગ પર અડીંગો