જૂનાગઢઃ છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેર અને દાતાર પર્વત પર ધીમી ધારે પરંતુ સતત અને અવિરત વરસાદ પડી રહ્યો છે. જેને કારણે જૂનાગઢમાં આવેલો વેલિંગ્ડન ડેમમાં નવા નીરની આવક થઇ છે. દાતાર પર્વત અને ઉપરવાસમાં સતત વરસાદને કારણે ડેમ બે દિવસથી ઓવરફલો થઇ રહ્યો છે. જેને જોવા માટે પ્રવાસીઓ અહીં આવીને કુદરતના આ અદભૂત દ્રશ્યોને માણી રહ્યા છે.
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં મેઘો મહેરબાન
- જૂનાગઢનો વેલિંગ્ડન ડેમ ઓવરફ્લો
- દાતાર પર્વતની કોતરોમાં બનાવાયો છે આ ડેમ
- વિદેશી શાસકોએ કર્યું હતું આ ડેમનું નિર્માણ
- સહેલાણીઓ માટે આ ડેમ આકર્ષણનું કેન્દ્ર
- લોકો માણી રહ્યા છે કુદરતનો અલૌલિક નજારો
આજથી 100 વર્ષ પહેલા વિદેશી શાસકોએ આ ડેમનું નિર્માણ કર્યું હતું. દાતાર પર્વત માળાઓની કોતરોમાં આ ડેમ બનાવવામાં આવ્યો છે. જેને કારણે તેનું સૌંદર્ય હરહંમેશ ખીલેલું જોવા મળે છે. જે સમયે ડેમ બનાવવામાં આવ્યો હશે ત્યારે પણ તે આકર્ષણનું કેન્દ્ર રહ્યો હશે. પરંતુ આજે જે પ્રકારે ડેમ પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહી રહ્યો છે તેને જોવા માટે લોકો ડેમ સાઈટ આવીને કુદરતના નજારાને માણી રહ્યા છે.