જૂનાગઢ કેન્દ્રીય ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલ આજે એક દિવસની જુનાગઢ મુલાકાતે ( Union Industries Minister Piyush Goyal in Junagadh ) હતાં. તેમની આ મુલાકાત દરમિયાન ભવનાથમાં શહેરના અગ્રણીઓ સાથે વિમર્શ બેઠકનું આયોજન થયું હતું. જેમાં વિવિધ અગ્રણીઓએ જુનાગઢ શહેરને જિલ્લા માટે ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રને લઈને પોતાની માંગ અને વિચારો વ્યક્ત કર્યા હતા. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સે પણ જૂનાગઢ જિલ્લાની ઉદ્યોગને લઈને માંગનું મોટું લિસ્ટ ( Chamber of Commerce demands ) કેન્દ્રીય પ્રધાનને હાથોહાથ સુપ્રત કર્યું હતું.
વેપારી મહામંડળે કરી ઉદ્યોગની વાત અનેક દસકાઓથી જૂનાગઢ જિલ્લો વિકાસને લઈને અને ખાસ કરીને ઔદ્યોગિક વિકાસના લઈને કોઈ નોંધપાત્ર કામ કરી શક્યો નથી. ત્યારે કેન્દ્રીય પ્રધાન જૂનાગઢ જિલ્લાને ઔદ્યોગિક ક્ષેત્રે પણ આગળ વધારે ખાસ કરીને એગ્રો અને જૂનાગઢમાં ટુરિઝમ વિકાસ ( Tourism development in Junagadh) ક્ષેત્રને લઈને વધુ ભાર મુકવામાં આવે તેવી માંગ ચેમ્બર ઓફ કોમર્સ ( Chamber of Commerce demands ) દ્વારા કરાઈ હતી.
એગ્રો અને ટુરિઝમ બેઇઝ ઇન્ડસ્ટ્રીઝ વધારવા માગણી જૂનાગઢ શહેર અને જિલ્લામાં વિવિધ ઉદ્યોગ સ્થાપવામાં આવે તેવી માંગ કરાઈ હતી તેમાં ખાસ કરીને એગ્રો અને ટુરિઝમ બેઇઝ ઇન્ડસ્ટ્રીઝનું સ્થાપન જૂનાગઢના અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવી શકે તેમ છે તેવી રજૂઆત થઇ હતી. જtનાગઢ જિલ્લામાં એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝની જાહેરાત કરવામાં આવે ને તેને ધોલેરા જેમ વિશેષ રાહત પેકેજ આપવાની માંગ પણ ચેમ્બર ઓફ કોમર્સે ( Chamber of Commerce demands ) કરી છે.
જૂનાગઢની કનેકેટિવિટી વધારો જૂનાગઢ જિલ્લાને રોડ રેલ દરિયાઈ અને હવાઈ માર્ગે કનેક્ટિવિટી મજબૂત કરવામાં આવે તો જિલ્લામા ઉદ્યોગ હરણફાળ ભરી શકે તેમ છે. વધુમાં જેતલસર જંકશન પર રેલવે કાર્ગો ટર્મિનલ ઊભું કરવામાં આવે તેમ જ માંગરોળ અને ચોરવાડ નજીક માછીમારી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે એક્સપોર્ટ માટેનુ બંદર ઊભું કરવામાં આવે તેવી માંગ પણ થઈ છે. જૂનાગઢથી દેલવાડા સુધી ચાલતી મીટરગેજ લાઈનને પરિવર્તિત કરીને શાપુરથી શરૂ કરી છેક પીપાવાવ સુધી ચલાવવામાં આવે તો રેલ માર્ગે પણ ઔદ્યોગિક વિકાસની શક્યતાઓને વધુ વેગ આપી શકાય તેમ છે.
જીએસટીને લઈને વિકટ પ્રશ્ન જે વેપારી પાસે પાનકાર્ડ આધારિત જીએસટી નંબર છે તેને તેના મૃત્યુ બાદ ટેક્સમાંથી થતી કપાત તેના પરિવારજનોને મળતી નથી. જીએસટીના નિયમમાં આ સૌથી મોટી નુકસાની છે. ત્યારે જીએસટીની કપાતનું રિફંડ અન્ય વેપારીના વારસદારોને કે જેને નોમિનેશન ( GST issues Presentation ) કરવામાં આવે તેને મળે તેવી માંગ ( Chamber of Commerce demands ) પણ આજે કરાઇ છે.
આ સાથે ગીરની કેસર માટે જે ફેસિલિટી સેન્ટર ઊભું કરવાની વાત છે. તેવી જ રીતે જ્વેલરી માટે પણ જૂનાગઢમાં કોમન ફેસિલિટી સેન્ટર ઊભું થાય તેવી ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલ ( Union Industries Minister Piyush Goyal in Junagadh ) સમક્ષ માંગ કરી છે.