જૂનાગઢ : વર્ષ 2022 / 23 ના સામાન્ય અંદાજપત્રમાં(Finance Minister presented budget for 2022 - 23) નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રાકૃતિક ખેતીને લઈને આ વર્ષે અલગ વ્યવસ્થા કરી છે. દેશના ખેડૂતો ગાય આધારિત ખેતી તરફ આગળ વધે અને જમીનની સાથે ઉત્પાદિત કૃષિ પેદાશ અને પ્રાચીન સંસ્કૃતિ સમાન ગાયનું વર્ચસ્વ વધે તેવા ઉદ્દેશ સાથે અંદાજપત્રમાં પ્રાકૃતિક ખેતી પર વિશેષ જોર આપવામાં આવ્યું(Important decisions with farmers at center) છે. દેશનો ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તેવા તેવા હેતું સાથે નાણાપ્રધાને ચોથા બજેટમાં રજૂઆત કરી છે. આ નિર્ણયને જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પણ આવકારી રહ્યા છે.
આ પણ વાંચો : Budget Agriculture Sector: 163 લાખ ખેડૂતો પાસેથી ઘઉં અને ડાંગરની કરાશે ખરીદી
કેન્દ્રીય બજેટમાં ખેતી પર વિશેષ ધ્યાન અપાયું
આ વર્ષે પ્રાકૃતિક ખેતી પર કેન્દ્રીય બજેટમાં વિશેષ ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના ખેડૂતો કે જે પાછલા કેટલાક વર્ષોથી પ્રાકૃતિક ખેતીને અપનાવી રહ્યા છે તેઓ સરકારના નિર્ણય બાદ સ્પષ્ટ માની રહ્યા છે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદિત થતી કૃષિ પેદાશોની સાથે જમીનની ગુણવત્તા અને લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ અનુકૂળ અસરો પડશે. ગાય આધારિત ખેતી થતા જમીનની ગુણવત્તાની સાથે જમીનને ઉપયોગી એવા પોષક તત્વો જમીનમાં ભળવાથી જમીન પણ ખૂબ ઉન્નત બનશે અને એક વર્ષમાં ચાર પ્રકારના ખેતી પાકો ખેડૂત મેળવી શકશે તેવો આશાવાદ જૂનાગઢના ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો : Budget Infrastructure: વર્ષ 2022-23માં GDP 8.0-8.5 ટકાના દરે વધવાનો અંદાજ