- સિમેન્ટ ફેક્ટરીમાં બે દીપડાઓએ કર્યો મુકામ, કર્મચારીઓમાં ભય
- કર્મચારીઓ અને ગામ લોકોએ વનવિભાગને કરી જાણ
- દીપડો પાંજરે પુરાતા ગામ લોકોમાં પણ ભારે રાહતનો શ્વાસ
જૂનાગઢ: જિલ્લાના માળીયા તાલુકાના ભંડુરી ગામ નજીક આવેલી અજમેરા સિમેન્ટ ફેક્ટરીમાં આજથી બે-ચાર દિવસ પૂર્વે એક સાથે બે દીપડાએ મુકામ કર્યો હતો. જેને લઇને કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને ભંડુરી ગામના લોકોમાં દીપડાના પ્રવેશને લઇને ભારે ભય જોવા મળતો હતો.
આ પણ વાંચો: હૈદરાબાદમાં 8 સિંહ કોરોના પોઝિટિવ આવતા ફફડાટઃ ગીરના પ્રાણી સંગ્રહાલયો બંધ રાખવા વનવિભાગનો આદેશ
સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો
કર્મચારીઓ અને ગામલોકો દ્વારા દીપડાઓ સિમેન્ટ ફેક્ટરીમાં મુકામ કરી રહ્યા છે. તેને લઈને જાણ કરતાં વનવિભાગે દિપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં આજે સફળતા મળી છે અને એક દીપડો પાંજરે પુરાયો છે. જેને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. તેની તબીબી પરિક્ષણ કર્યા બાદ ફરીથી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવશે.
આ પણ વાંચો: રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે સિંહ ઈજાગ્રસ્ત
દીપડો પાંજરે પુરાતા સિમેન્ટ કંપનીના કર્મચારીઓ અને ગામ લોકોમાં પણ ભારે રાહત
દીપડો પાંજરે પુરાતા અજમેરા સિમેન્ટ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને ગામના લોકોમાં પણ ભારે રાહત જોવા મળી છે, પરંતુ એક સાથે પ્રવેશેલા બે દીપડા પૈકી એક દીપડો વનવિભાગના કર્મચારીઓને થાપ આપીને સિમેન્ટ ફેક્ટરીમાંથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. તે ફરી પાછો અહીં આવી શકવાની શક્યતાઓને નકારી શકાતી નથી, પરંતુ જે પ્રકારે એક દીપડાને પાંજરે પુરવામા વન વિભાગને સફળતા મળી છે. તેને લઈને સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ અને ભંડુરી ગામના લોકોમાં ભારે રાહત જોવા મળી રહી છે.