ETV Bharat / city

વરસાદથી બચવા સિંહયુગલે લીધો ઘટાટોપ વૃક્ષનો સહારો, જૂઓ વીડિયો - એશિયાટિક સિંહ

જંગલના રાજા વરસાદથી બચવા ઘટાટોપ વૃક્ષના સહારે બેઠાં હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. આ વીડિયો ગીરના કોઈ જંગલનો હોવાનું જણાઈ આવે છે પરંતુ ચોક્કસ કયા વિસ્તારનો છે તેને લઈને કહેવું ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ જે પ્રકારે જંગલનો રાજા વરસાદથી બચવા વૃક્ષને સહારે બેઠેલો જોઈ શકાય છે. આવા દ્રશ્યો ચોમાસા દરમિયાન ભાગ્યે જ જોવા મળતાં હોય છે.

જૂનાગઢઃ વરસાદથી બચવા સિંહયુગલે લીધો ઘટાટોપ વૃક્ષનો સહારો, જૂઓ વિડીયો

author img

By

Published : Jun 9, 2020, 3:51 PM IST

Updated : Jun 9, 2020, 4:23 PM IST

જૂનાગઢઃ ગીરના જંગલમાં અને ખાસ કરીને ચોમાસા દરમિયાન ખૂબ જ ઓછા જોવા મળતા વીડિયો હવે સામે આવી રહ્યાં છે. જેમાં જંગલનો રાજા સિંહ અને સિંહણ ધોધમાર વરસાદથી બચવા માટે જંગલ વિસ્તારમાં આવેલા એક ઘટાટોપ વૃક્ષની નીચે બેસીને ધોધમાર વરસાદથી પોતાનું રક્ષણ કરી રહ્યાં છે

જૂનાગઢઃ વરસાદથી બચવા સિંહયુગલે લીધો ઘટાટોપ વૃક્ષનો સહારો, જૂઓ વિડીયો
આવા દ્રશ્યો ગીરના જંગલમાં ચોમાસા દરમિયાન બનતાં હોય છે પરંતુ સામાન્ય લોકો જોઈ શકે તે પ્રકારનો આ અદભૂત વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વિડીયો ગીરના જંગલનો હોવાનું જણાઈ આવે છે પરંતુ તે ચોક્કસ કયા વિસ્તારનો અને કેટલા સમય પહેલાનો છે તેને લઈને કંઈ કહેવું ખૂબ જ મુશ્કેલ છે. જંગલનો રાજા સિંહ અને સિંહણ વરસાદથી બચવા એક ઘેઘૂર વૃક્ષના સહારે જોવા મળી રહ્યાં છે આવા દ્રશ્યો જંગલની દુનિયામાં ખૂબ જવલ્લેે જ જોવા મળતાં હોય છે.

Last Updated : Jun 9, 2020, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.