જુનાગઢ : જંગલના રાજા સિંહ પર પથ્થરો અને લાકડીઓનો જાણે કે રીતસર વરસાદ (Throwing Stones Lion in Gir Gadhada) થતો હોય તે પ્રકારના માનવતાને શર્મસાર કરે તેવા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ દ્રશ્ય ગિરગઢડા નજીકના કોઈ ગામના હોવાનું માનવામાં આવે છે. પરંતુ, જે પ્રકારે રાત્રિના સમયે સિંહ ગામમાં આવી જતા ગામ લોકોએ તેનું સ્વાગત લાકડીઓ અને પથ્થરમારાથી કરતા જંગલનો રાજા ભયભીત (People Throw Stones Lion) બનેલો દ્રશ્યોમાં જોવા મળતો હતો.
આ પણ વાંચો : Lion in Savarkundla: ખેડૂત ખેતરમાં પહોંચતા જ સિંહ આવ્યો સામે, વીડિયો બનાવી ખેડૂતે કહ્યુ કે...
માનવીએ માનવતા નેવે મુકી - ગીર અને સિંહની પૂરક અને પારિવારિક લાગણીને જાણે કે ઠેસ પહોંચી હોય તે પ્રકારના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યા છે. જે પ્રકારે અચાનક રાત્રીના સમયે સિંહ ગામમાં આવી ચડે છે, જેની જાણ લોકોને થતા જંગલના રાજા સિંહ પર ગામ લોકો લાકડીઓ અને પથ્થરો વડે તૂટી પડ્યા હતા. આ દ્રશ્ય સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યુ છે. આ દ્રશ્ય જોઈને ફરી એક વખત માનવતા શર્મસાર થતી જોવા મળી રહી છે. ગીર વિસ્તારને સિંહનું (Throwing Stones at Gir Lion)કાયમી સ્થાન માનવામાં આવે છે, ત્યારે આ પ્રકારે અચાનક આવી ચડેલા સિંહ પર લાકડીઓ અને પથ્થરોનો વરસાદ ખૂબ ગંભીરતા સૂચવી જાય છે. ગામમાં આવી ચડેલા સિંહને બહાર જવાનો માર્ગ રોકીને ગામ લોકોએ તેના પર રીતસર હુમલાખોર બનીને તૂટી પડ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો : આ તે કેવો શ્વાન, કે જેના સામે સિંહનો પણ પરસેવો છૂટ્યો, જૂઓ વીડિયો
સિંહો પર થયો લાકડી-પથ્થરનો વરસાદ : આ વિડીયો ગીર ગઢડા તાલુકાના કોઈ ગામનો હોવાનું માનવામાં આવે છે, જે રીતે સામૂહિક રીતે એકઠા થઈને લાકડી અને પથ્થરોનો વરસાદ વરસાવી રહ્યા હતા. આવા સમયે કેટલાક લોકો લાઈટ કરીને સિંહનોને માર મારતા હોય એવો વિડિયો પણ મોબાઇલના કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. આ ઘટના સિંહોને સુરક્ષાને લઇને ખૂબ ચિંતા ઉપજાવે તેવી છે. વીડિયોમાં દેખાઇ રહેલા લોકો સિહ પર ઇરાદાપૂર્વક ટોળું બનાવીને હુમલો કરી રહ્યા હોયને સમગ્ર (Junagadh Forest Department) મામલાને લઈને વનવિભાગે તપાસ ચોક્કસ કરશે. પરંતુ, એ વાત ચોક્કસ છે કે આ પ્રકારના હુમલા ગીર અને સિંહની લાગણીને નુકસાન પહોંચાડે તે રીતે ફરીથી ન બનવા જોઈએ. વન વિભાગ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી પણ કરે તેવી પૂરી શક્યતાઓ છે. હાલ વનવિભાગના અધિકારીઓ સમગ્ર મામલાને લઈને કશું કહેવા માટે તૈયાર નથી. પરંતુ, આગામી થોડા જ કલાકોમાં સમગ્ર મામલાને લઈને પોલીસ ફરિયાદથી લઈને ગામ લોકોની અટકાયત ચોક્કસ પણે શરૂ થશે.