- નરસિંહ મહેતા સરોવરમાં 3 દિવસથી હજારો માછલીના મોત
- પાણીમાં ઓક્સિજન ઘટતા માછલીના મોતનું પ્રાથમિક કારણ
- મોટી સંખ્યામાં માછલીઓના મોત થતા જીવદયા પ્રેમીઓમાં રોષ
જૂનાગઢઃ નરસિંહ મહેતા સરોવરમાં છેલ્લા 2 દિવસથી માછલીઓના મોટા પ્રમાણમાં મોત થઈ રહ્યા છે. આ સિલસિલો સોમવારે પણ જોવા મળ્યો હતો, જેના કારણે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે સતત માછલીઓના તળાવમાં મોત થઈ રહ્યા છે. તેને જોતા જીવદયા પ્રેમીઓમાં ચિંતા છે. માછલીઓના મોતનું કારણ પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જઈ રહ્યું છે તેવું તારણ જીવદયા પ્રેમીઓ વ્યકત કરી રહ્યા છે. આ સાથે જ કોર્પોરેશનના સત્તાધીશો તળાવમાં ઓક્સિજનયુક્ત ચોખ્ખું પાણી પ્રતિદિન ઉંમેરે તો માછલીઓના થતાં અકાળે મોતને અટકાવી શકાય તેમ છે.
જૂનાગઢના મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર શહેરની સુંદરતામાં અનેક ગણો વધારો પાછલા કેટલાય વર્ષોથી કરતું રહ્યું છે. આ સાથે તળાવમાં અનેક જળચર જીવો પણ જોવા મળી રહ્યા છે, પરંતુ છેલ્લા 2-3 દિવસથી તળાવમાં રહેલી માછલીના અકાળે મોત થવાનો સિલસિલો શરૂ થયો હતો, જે સોમવારે સતત ત્રીજા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો. એક સાથે હજારો માછલીઓના મોત નરસિંહ મહેતા સરોવરમાં થઈ જતા જીવદયા પ્રેમીઓમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. આ માછલીઓના મોતનું કારણ પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાને કારણે માછલીઓ મોતને ભેટી રહી છે તેવું જીવદયા પ્રેમીઓ માની રહ્યા છે.
આ પણ વાંચોઃ વડોદરા વારસિયા તળાવમાંથી મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ મળી આવી
ગરમીના કારણે તળાવનું પાણી સુકાઈ રહ્યું છે
આ સરોવરમાં અગાઉ પણ કેટલાક કિસ્સાઓમાં માછલીઓના મોત થવાનું સામે આવ્યું હતું, પરંતુ પાછલા 3 દિવસથી હજારો માછલીઓના મોત સતત થઈ રહ્યા છે, જેના કારણે જીવદયા પ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને જૂનાગઢ મહાનગરપાલિકાનું તંત્ર નરસિંહ મહેતા સરોવરમાં ઓક્સિજનયુક્ત પાણી પ્રતિદિન ઠાલવે તો માછલીઓના અકાળે થઈ રહેલા મોતને અટકાવી શકવામાં સફળતા મળી શકે છે. જે પ્રમાણે તળાવનું પાણી આકરી ગરમીને કારણે સુકાઈ રહ્યું છે. તેના કારણે માછલીઓની સંખ્યાને ધ્યાને લઈને પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ દિન-પ્રતિદિન ઘટતું જતું હોઈ શકે છે, જેને કારણે માછલીઓના મોત થઈ રહ્યા છે.