- જૂનાગઢના યુવાનોએ શરૂ કરી વિનામૂલ્યે કાર સેવા
- વૃદ્ધો માટે સેવાનો પ્રાંરભ કરવામાં આવ્યો
- રસીકરણને લઈને શરૂ કરવામાં આવી સેવા
જૂનાગઢ: જિલ્લાના સેવાભાવી યુવાનો દ્વારા કોરોના સંક્રમણ કાળમાં વૃદ્ધ આસક્ત અને બીમાર લોકોને કોરોના રસીકરણ કેન્દ્ર સુધી પહોંચાડવા માટે અનોખા સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. યુવાનો દ્વારા જૂનાગઢ શહેરના કોઈ પણ વિસ્તારમાં રહેતા વૃદ્ધો અશક્તો અને બીમાર વ્યક્તિને કોરોના રસીકરણ કેન્દ્ર સુધી પહોંચાડવા માટે વિનામૂલ્યે કાર સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં દસ જેટલી કાર કોરોના રસીકરણ સેવા કાર તરીકે શરૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો : સયાદલામાં અત્યાર સુધી 38 ટકા લોકોએ કોરાના રસી લીધી
Pick Up થી લઈને Dropની સુવિધા
સમગ્ર સેવાને લઈને માર્કંડ ભટ્ટે આપેલી માહિતી અનુસાર આગામી દિવસોમાં સોશીયલ મીડીયાના માધ્યમ થકી કારના રજિસ્ટ્રેશનને લગતી માહિતી શેર કરવામાં આવશે. આ પછી બીમાર અશ્ક્ત અને વૃદ્ધ વ્યક્તિઓ કાર વિનામુલ્યે મેળવવા માટે રજિસ્ટ્રેશન કરશે. આ સેવામાં કાર વ્યક્તિના ઘરે વૃદ્ધને લેવા જશે, તેમને રસી મળ્યા પછી ફરી તેમના ઘરે પરત મુકવામાં આવશે. હાલમાં લોકોની જરૂરિયાત અને કાર સેવા ને મળેલા સમર્થન બાદ દસ જેટલી કારો મૂકવામાં આવી છે. તેમાં આગામી દિવસોમાં વધારો પણ કરવાની તૈયારી સેવા સહકાર ગ્રુપ દ્વારા રાખવામાં આવી છે.
આ પણ વાંચો : દમણમાં 1 લાખથી વધુ લોકોએ લીધા વેકસીનના ડોઝ, યુવાનોમાં જોવા મળ્યો ઉત્સાહ