ETV Bharat / city

બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતી બાપુની સમાધિનું પૂજન કરવામાં આવ્યું - The Samadhi of Mahamandleshwar Bharti Bapu

બ્રહ્મલીન થયેલા ભારતી બાપુની સમાધિની પૂજન વિધિ સંપન્ન કરાઈ હતી. ભારતી આશ્રમમાં અખાડાના ગાદીપતિ સાધુ સંતો અને મહંતોની હાજરીમાં બ્રહ્મલીન ભારતી બાપુની સમાધિની આરતી અને પૂજન સાથે ધાર્મિક વિધિ અખાડાઓની પરંપરાઓ મુજબ પૂર્ણ કરવામાં આવી હતી.

બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતી બાપુની સમાધિનું પૂજન કરવામાં આવ્યું

author img

By

Published : Apr 13, 2021, 7:35 PM IST

  • બ્રહ્મલીન ભારતી બાપુની સમાધિનું પૂજન કરવામાં આવ્યું
  • અખાડાઓની ધાર્મિક વિધિ મુજબ પૂજા વિધિ સંપન્ન કરાઈ
  • ગિરનાર મંડળના સાધુ-સંતો અને મહંતોને એ આપી હાજરી

જૂનાગઢ: રવિવારના રોજ મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા હતા. ત્યારે અખાડાઓની પરંપરા તેમજ સાધુ સમાજની ધાર્મિક વિધિ મુજબ ત્રીજા દિવસે ભારતી બાપુની સમાધિનું પૂજન કરાયું હતું. આ વિધિને અખાડાની પરંપરાઓ મુજબ ધુળ લોટ વિધિ કહેવામાં આવે છે. જેમાં સમાધિગ્રસ્ત સાધુ-સંતો અને મહંતોની પૂજા કરવામાં આવે છે અને તેમના દ્વારા હાથ ધરાયેલા સત્કર્મોને તેમના અનુયાયીઓ પૂર્ણ કરે તે માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે.

બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતી બાપુની સમાધિનું પૂજન કરવામાં આવ્યું

આ પણ વાંચો: મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા, જૂનાગઢમાં સમાધિ અપાશે

કોરોના સંક્રમણને કારણે પૂજનવિધિ મર્યાદિત રીતે સંપન્ન કરવામાં આવી

કોરોના સંક્રમણને કારણે પૂજનવિધીમાં ખૂબ જ મર્યાદિત અને અગ્રણી સાધુ-સંતો અને મહંતોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પૂજન વિધિ ભારતી આશ્રમમાં આવેલા ગુરુ ગાદીની જગ્યા કે જ્યાં ભારતી બાપુના ગુરુ પણ સમાધિગ્રસ્ત છે, તે જગ્યામાં પૂજન વિધિ હાથ ધરાઇ હતી. પૂજન વિધિ બાદ બ્રહ્મલીન ભારતી બાપુને આરતી અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ભંડારાનું પણ આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિત સાધુ-સંતોને ભોજન પ્રસાદની સાથે દક્ષિણા અર્પણ કરીને સમાધિ પૂજનની ધાર્મિક વિધિને પૂર્ણ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.