ETV Bharat / city

બે વર્ષથી જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માટે નથી મળી રહ્યાં કાયમી કુલપતિ

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરની સરકાર પાછલાં બે વર્ષથી શોધ કરી રહી છે. પરંતુ સરકારને યુનિવર્સિટીના કાયમી વાઇસ ચાન્સેલર મળી રહ્યા નથી. વર્ષ 2019થી પી. વી. ચોવટીયા કાર્યકારી વાઇસ ચાન્સલરની જવાબદારી નિભાવી રહ્યા હતાં તે કાલે નિવૃત થતાં ફરી એક વખત જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં કાર્યકારી વાઇસ ચાન્સલરની નિમણૂક કરવામાં આવી છે.

બે વર્ષથી  જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માટે નથી મળી રહ્યાં કાયમી કુલપતિ
બે વર્ષથી જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માટે નથી મળી રહ્યાં કાયમી કુલપતિ
author img

By

Published : Sep 3, 2021, 1:02 PM IST

  • જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું ગાડું બે વર્ષથી કાર્યકારી કુલપતિથી ચાલી રહ્યું છે
  • કાયમી કુલપતિ શોધતા આવી રહી છે પરેશાની
  • દાંતીવાડા યુનિવર્સિટીના કુલપતિ ચૌહાણને અપાયો વધારાનો હવાલો

    જૂનાગઢઃ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં બે વર્ષથી કાર્યકારી કુલપતિ દ્વારા ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. વર્ષ 2019 જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કુલપતિના પદ પર કાર્યકારી કુલપતિની નિમણૂક કરવામાં આવી હતી. જે પણ ૩૧ ઓગસ્ટના 2021ના દિવસે સેવા નિવૃત થતાં ફરી એક વખત જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પદે દાંતીવાડા યુનિવર્સિટીના ચાન્સેલર આર. એમ. ચૌહાણને જૂનાગઢનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

    યુનિવર્સિટીના હિતમાં કાયમી કુલપતિની નિમણૂકની માગ

    2019માં કુલપતિ એ. આર. પાઠક નિવૃત્ત થતાં તેમની જગ્યા પર સંશોધન વૈજ્ઞાનિક ડો પી. વી. ચોવટીયાને યુનિવર્સિટીના કાર્યવાહક કુલપતિની જવાબદારી આપી હતી. જેઓ પણ 22 મહિના સુધી યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે કામ કરીને ગઈ કાલે નિવૃત્ત થયા છે. યુનિવર્સિટીમાં સમગ્ર ભારત અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ કૃષિ ક્ષેત્રનો અભ્યાસ કરવા માટે આવતા હોય છે.ત્યારે આ મુદ્દો યુનિવર્સિટીના વિકાસને લઇને આડખીલી રૂપ બની શકે છે. રાજ્ય સરકાર તાકીદે યુનિવર્સિટીના હિતમાં કાયમી કુલપતિની નિમણૂક કરે તો કૃષિ ક્ષેત્રનું શિક્ષણ વધુ ઉપયોગી બની શકે તેમ છે.

    આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રમાં ચોમાસા દરમિયાન 63 ટકા જેટલા વરસાદની ઘટ, હજુ પણ હવામાન વિભાગે વરસાદની શક્યતા નકારી

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાનમાં તાલિબાની સત્તા, નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાની વિદ્યાર્થીઓ ચિંતિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.