ETV Bharat / city

જૂનાગઢ હવામાન વિભાગે આગામી 1લી મે સુધી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી - Non-seasonal rainfall in Gujarat

ગત બે દિવસથી જૂનાગઢ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે અને બપોર બાદ કેટલાક સ્થળો પર કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. આવી હવામાનની ગતિવિધિ આગામી 1લી મે સુધી ચાલુ રહેવાની શક્યતાઓ જૂનાગઢ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

Junagadh weather news
Junagadh weather news
author img

By

Published : Apr 27, 2021, 10:55 PM IST

  • સૌરાષ્ટ્રમાં આગામી 1લી મે સુધી પડી શકે છે કમોસમી વરસાદ
  • કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થઈ શકે છે નુકસાન
  • દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

જૂનાગઢ: જિલ્લાના હવામાન વિભાગે આગામી 1લી મે સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. ગત બે દિવસથી જૂનાગઢ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે અને બપોર બાદ કેટલાક સ્થળો પર કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે. આવી હવામાનની ગતિવિધિ આગામી 1લી મે સુધી ચાલુ રહેવાની શક્યતાઓ જૂનાગઢ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

આગામી 1લી મે સુધી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પડી શકે છે કમોસમી વરસાદ

આ પણ વાંચો : રાજ્યમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

કમોસમી વરસાદને કારણે ચોમાસાની સિસ્ટમ પર કોઈ વિપરીત અસર નહીં પડે : હવામાન વિભાગ

ગત બે દિવસથી જૂનાગઢ શહેર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. જેને કારણે બપોર બાદ અચાનક ઘટાટોપ વાદળો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં જોવા મળે છે અને કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સાથે બરફના કરા પણ પડી રહ્યા છે. આવી વાતાવરણની પ્રતિકૂળતા આગામી 1લી મે સુધી જોવા મળી શકે છે. આવી શક્યતાઓ જૂનાગઢ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઉનાળુ પાકોમાં કેટલોક નુકસાન થઇ શકે છે, તેવી શક્યતાઓ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : જૂનાગઢના લઘુતમ તાપમાનમાં જોવા મળ્યો 3 ડિગ્રી કરતાં વધુનો ઘટાડો

રાજસ્થાન નજીક સર્જાઈ રહેલા અપર એર સર્ક્યુલેશનને કારણે થઈ રહ્યો છે કમોસમી વરસાદ

રાજસ્થાન નજીક અપર એર સરકયુલેશન સર્જાયું છે. જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને ખાસ કરીને પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓમાં વર્તાઈ રહી છે, જેને કારણે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને કેટલીક જગ્યા પર કમોસમી વરસાદ તો કેટલીક જગ્યા પર બરફના કરાનો વરસાદ થઇ રહ્યું છે. હવામાન વિભાગ આ પ્રકારની ગતિવિધિને પ્રિમોન્સૂન ગતિવિધિ તરીકે પણ ઓળખાવી રહ્યું છે. આગામી દિવસોમાં હવે ધીમે ધીમે ચોમાસાની સિસ્ટમ્સ થતી જોવા મળશે, તે પહેલા આ પ્રકારની સિસ્ટમ્સ શરૂઆતના સમયમાં કમોસમી વરસાદ પડી શકે છે, ત્યારે આગામી પહેલી તારીખ સુધી સૌરાષ્ટ્રના અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં આ પ્રકારનો કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ જૂનાગઢ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.