ETV Bharat / city

ગીરના જંગલમાં ગેરકાયદે થઇ રહેલા લાયન શૉ સામે વન વિભાગ બન્યું આકરૂ, કુલ 127 લોકોની ધરપકડ - The Forest Department became fierce against the Lion Shaw

ગીર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગેર કાયદે થઇ રહેલા લાયન શૉને લઈને વન વિભાગ વધુ આકરુ બની રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં 34 ગેર કાયદે લાયન શૉના બનાવો સામે આવ્યા છે, જેમાં 127 લોકોને પકડી પાડવામાં વન વિભાગને સફળતા મળી છે. જે પૈકીના કેટલાક હજુ પણ જેલની હવા ખાઈ રહ્યા છે.

ગીરમાં ગેર કાયદે લાયન શૉ
ગીરમાં ગેર કાયદે લાયન શૉ
author img

By

Published : Oct 19, 2020, 8:51 PM IST

Updated : Oct 19, 2020, 10:51 PM IST

  • ગીરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગેર કાયદે લાયન શૉની 34 ઘટના સામે આવી
  • વન વિભાગને 127 આરોપીઓને પકડી પાડવામાં મળી સફળતા
  • ગીર સફારી શરૂ થતા જ ગેર કાયદે લાયન શૉ થઇ જાય છે ધમધમતા
  • ગીર અને આસપાસના વિસ્તારો લાયન શૉ માટે કુખ્યાત

જૂનાગઢઃ ગીર અને આસપાસના ગામમાં અનેકવાર ગેર કાયદે લાયન શોના વીડિયો અવાર નવાર સામે આવી રહ્યા છે, જેમાં વધુ એક વીડિયો થોડા દિવસ પહેલા ગીર ઘાંટવડ ગામના ડેમ નજીક સિંહ પશુનું મારણ કરતો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જેને લઈને વન વિભાગ દ્વારા કોડીનારના ઘાંટવડ ગામના 4, ગીર ગઢડાના 1 અને કોડીનારના 1 એમ કુલ 5 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કોડીનારના 1 ઈસમને બાદ કરતા 4 ઈસમો વન વિભાગના હાથે ઝડપાયા હતા.

વન વિભાગે 34 કિસ્સાઓમાં 127 આરોપીઓને ઝડપ્યા

આ સમગ્ર મામલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા છેલ્લા કેટલાક વર્ષોની ગેર કાયદે લાયન શૉની માહિતી પ્રાપ્ત થઈ હતી, જે મુજબ વન વિભાગને 34 કિસ્સાઓમાં 127 આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી અને તેમની પાસેથી અંદાજિત 5 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ગત બે વર્ષ દરમિયાન વન વિભાગ વધુ આકરુ બન્યું છે, જેથી ગેર કાયદે લાયન શૉના કિસ્સાઓનું પ્રમાણ ઘટ્યું છે.

ગીરમાં ગેર કાયદે થઇ રહેલા લાયન શૉ સામે વન વિભાગ બન્યું આકરૂ

સિંહના મારણ કરતા હોય તેમજ વિકૃત મજા લઇ રહ્યા હોય તેવા વીડિયો થયા હતા વાઈરલ

ગત અઠવાડિયા દરમિયાન કેટલાક વીડિયોમાં લોકો સિંહના મારણ કરતા હોય તેમજ વિકૃત મજા લઇ અને તસવીરો બનાવી રહ્યા હતા. પરંતુ સિંહને રેડિયો કોલર લગાવામાં આવ્યો હોવાને લીધે તે જગ્યાનું લોકેશન વન વિભાગને તુરંત મળી ગયું હતું અને 5 આરોપીઓને ઓળખી પાડવામાં આવ્યા હતા, જેમાંથી 4ની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

ગેર કાયદે સિંહ દર્શન કરાવી પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ

ગીરના જંગલો અને આસપાસના વિસ્તારોમાં સિંહને જોવા માટે પ્રવાસીઓ આવતા હોય છે. વેકેશનના સમયમાં સમગ્ર દેશ અને દુનિયાના પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ અને ગીરની મુલાકાત લેતા હોય છે, ત્યારે આવા સમયમાં કેટલાક લોકો ગેર કાયદે સિંહ દર્શન કરાવીને તેનો વીડિયો વાઇરલ કરીને પ્રવાસીઓને આકર્ષવાનો પ્રયાસ કરે છે, જેના પર વન વિભાગે સાણસો કસવાનું શરૂ કરી દીધુ છે.

Last Updated : Oct 19, 2020, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.