- માંગરોળ, માણાવદર, વિસાવદર સહિતના ઘેડ પંથકમાં ભારે વરસાદથી કૃષિ પાકોને થયું નુકસાન
- ચોમાસુ પાક તરીકે મગફળી કપાસ સોયાબીન અને કેટલાક કઠોળના પાકને થયું છે ખૂબ જ નુકસાન
- રાજ્યના કૃષિ વિભાગે નુકસાનીનો સરવે કામગીરી પૂર્ણ થયા બાદ ખેડૂતોને વળતર ચૂકવવાની કામગીરી કરાશે
જૂનાગઢ: જિલ્લાના માંગરોળ માણાવદર, વિસાવદર, કેશોદ, વંથલી અને માળિયા પંથકમાં અતિ ભારે વરસાદ પડવાને કારણે ચોમાસુ પાકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને લઇને ખેડૂતો ચિંતિત બન્યો છે. પાછતરા અતિભારે વરસાદને કારણે ખેતરોમાં આજે પણ વરસાદી પાણીની જમાવટ જોવા મળે છે. જેને કારણે ચોમાસુ પાકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેને કારણે ખેડૂતો ચોમાસુ પાકની અપેક્ષાઓ રાખી રહ્યા હતા તેમાં પણ ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ઘેડ વિસ્તારના ખેતરો આજે પણ પાણીથી જળબંબાકાર જોવા મળે છે. આ વિસ્તારમાં ચોમાસુ પાકોની ઉપજ ખૂબ જ ઓછી થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. સમગ્ર મામલાને લઇને રાજ્યના કૃષિ વિભાગે ચોમાસુ પાકોના નુકસાનીનો સર્વે શરૂ કરી દીધો છે. સર્વે પૂર્ણ થયા બાદ ખેડૂતોને યોગ્ય વળતર આપવાની કામગીરી રાજ્યના કૃષિ વિભાગે હાથ પર લેશે.
આ પણ વાંચો: Damage to crops: કચ્છમાં પાછોતરા વરસાદથી બાગાયતી પાકોમાં નુકસાની
કપાસ, મગફળી, સોયાબીન સહિત કઠોળના પાકને થયું છે વ્યાપક નુકસાન
જિલ્લામાં પાછલા વર્ષની સરખામણીએ કપાસના વાવેતરમાં 500 હેક્ટર જેટલો વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે 34 હજાર 500 હેક્ટરની આસપાસ કપાસનું વાવેતર થયું હતું. જેમાં આ વર્ષે 500 હેક્ટરનો વધારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે મગફળી અને સોયાબીન તેમજ કઠોળ વર્ગના પાકોમાં પણ ગત વર્ષની સરખામણીએ મામૂલી ફેરફાર વાવેતરની દ્રષ્ટિએ જોવા મળી રહ્યા છે પરંતુ જે પ્રકારે ભાદરવા મહિનામાં અને ખાસ કરીને ચોમાસાના વિદાયની સમયમાં જે પ્રકારે અતિભારે વરસાદ પડ્યો છે. તેને લઈને કપાસ મગફળી સોયાબીન અને કઠોળ વર્ગ સહિત મોટાભાગના ચોમાસુ પાકોને જૂનાગઢ જિલ્લાના વિસાવદર, વંથલી, કેશોદ, માંગરોળ, માણાવદર અને માળિયા પંથકમાં નુકસાન થયું છે.
આ પણ વાંચો: રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડશે, જાણો સહાયના નિયમો
- બનાસકાંઠાના કંસારી પંથકમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ રહેતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 24 કલાક બાદ પણ ખેતરોમાં 500 વિઘા જમીનમાં પાણી ભરાઇ રહેતા મગફળી, કપાસ, બાજરી સહિતના પાકમાં કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે.
- કચ્છ જિલ્લામાં ચાલુ સીઝનમાં 100 ટકાથી પણ વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે બાયાગતી પાકને મોટાપાયે નુકસાનથી (Damage to crops) ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. માંડવી તાલુકામાં મગફળી, દાડમ સહિત બાગાયતી ખેતીને વ્યાપક નુકસાન છે તો કપાસ અને એરંડાના પાકમાં પણ નુકસાની પહોંચી છે.