જૂનાગઢઃ આજના દિવસની સમગ્ર રાષ્ટ્રમાં શિક્ષકદિન તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢની સ્વામિનારાયણ ગુરુકુળે જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં જૂનાગઢના મેયર, કલેક્ટર, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શિક્ષકોને પારિતોષિક અને એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા.
જૂનાગઢ જિલ્લાના 6 જેટલા શિક્ષકોએ શિક્ષણ કાર્યની સાથે વિદ્યાર્થીઓને અન્ય પ્રવૃતિઓમાં રસ દાખવતા કર્યા છે. જે બદલ આ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભાટ પ્રાથમિક શાળાના શિક્ષક નરેશ શુક્લ, બરવાડા માધ્યમિક શાળાના શિક્ષક મગન શેલડીયા, ઢોળવા પ્રાથમિક શાળાના શિક્ષક દિલીપ મકવાણા, ઉમરાળી પ્રાથમિક શાળાના શિક્ષક અમિત વાછાણી, વિસણવેલ પ્રાથમિક શાળાના શિક્ષક પરેશગીરી મેઘનાથી અને ભાટ સીમરોલી પ્રાથમિક શાળાના શિક્ષક તેજશી મહેતા સામેલ છે.
આ પણ વાંચોઃ હેપી ટીચર્સ ડે: 1957માં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન બન્યા હતા જામનગરના મહેમાન
આજે વિશ્વ વિભૂતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. આ દિવસને શિક્ષક દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. વર્ષ 1957માં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જામનગરના મહેમાન બન્યા હતા.
આ પણ વાંચોઃ શિક્ષકદિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્યપાલના હસ્તે એવોર્ડ એનાયત
5 સપ્ટેમ્બર એટલે શિક્ષકદિન. રાજ્યમાં શિક્ષણદિનની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે, ત્યારે શિક્ષકદિનનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ સચિવાલય ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના શ્રેષ્ઠ 44 જેટલા શિક્ષકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ સુરતના આ શિક્ષકે યુટ્યૂબના માધ્યમથી ગરીબ અને રૂરલ વિદ્યાર્થીઓને આ રીતે કરી મદદ
સુરત શહેરના એક શિક્ષકે શિક્ષકની ગરીમાં બતાવી છે અને ગાંધીજીના વાક્યને ચરિતાર્થ કર્યું છે. જે વિદ્યાર્થીઓ ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે તેવા વિદ્યાર્થીઓ માટે નરેશ મહેતાએ યુટ્યૂબ પર 650 જેટલા વીડિયો બનાવ્યા હતા અને શાળા ડ્રોપ કરનારા 200થી વધુ બાળકોને ધોરણ 10ની પરીક્ષા આપવા પણ મદદ કરી હતી.
આ પણ વાંચોઃ આજે શિક્ષક દિવસ
ભારતના મહાન તત્વજ્ઞાની, વિદ્વાન અને રાજકારણી એવા સર્વપલ્લી રાધાકૃષ્ણની આજે 132મી જન્મજયંતિ છે. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ 5મી સપ્ટેમ્બર 1888ના રોજ બ્રિટિશરોના તાબામાં આવતા મદ્રાસ પ્રાંતમાં થિરુત્તાનીમાં થયો હતો. તેમના સિદ્ધાંતો અને ઉપદેશોની સમગ્ર વિશ્વમાં ઉંડી અસર થઇ હતી.