- અંબાણી પરિવારના કેટલાક સભ્યો શામતપરા ગામમાં આવે તેવી શક્યતા
- ભેસાણ નજીક શામતપરા ગામમાં જમીન ખરીદી હોવાની માહિતી
- જમીન લીધી હોવાના કારણે મુલાકાતે આવવાની શક્યતા
જૂનાગઢ: અંબાણી પરિવારના કેટલાક સદસ્યો આજે સોમવારે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના શામતપરા ગામમાં આવવાની શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભેંસાણ તાલુકાના મેંદપરા નજીક આવેલા શામતપરા ગામમાં અંબાણી પરિવારે કેટલાક મહિનાઓ અગાઉ 300 એકર કરતાં વધુ જમીન ખરીદી હોવાની માહિતી મળી રહી છે, ત્યારે આ જમીનની મુલાકાતે અંબાણી પરિવાર આવી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આજે અંબાણી પરિવારના કેટલાક સદસ્યો જમીનની મુલાકાત સ્થળ મુલાકાત લે તેવી પૂરી શક્યતાઓ પણ છે. પરંતુ હજુ સુધી અંબાણી પરિવારમાંથી કોણ ગણમાન્ય વ્યક્તિ શામતપરા ગામની મુલાકાતે આવે છે તેને લઈને કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી.
પાછલા કેટલાક સમયથી શામતપરાની જમીનને લઈને અંબાણી પરિવાર રહ્યો છે ચર્ચામાં
શામતપરા ગામમાં અંબાણી પરિવારે ખરીદેલી જમીન પર આગામી દિવસોમાં કોઈ મોટો પ્રોજેક્ટ સાકાર થઈ શકે છે તેવી શક્યતાઓને આજના દિવસે નકારી શકાય તેમ નથી. 300 એકર કરતાં વધુની માલિકી ધરાવતું રિલાયન્સ ગ્રૂપ આ વિસ્તારમાં જમીન ખરીદી કરવાની સાથે કોઈ પ્રોજેક્ટને લઈને પણ ગંભીર હશે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કેટલાક સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે, આ વિસ્તારમાં રિલાયન્સ અને અંબાણી પરિવાર ખાનગી સફારી પાર્ક બનાવવા માટેનું પણ વિચારી શકે છે. પરંતુ રિલાયન્સ પરિવારે શામતપરા ગામમાં જમીન ખરીદી છે તેને લઈને એવું ચોક્કસ કહી શકાય કે અહીં રિલાયન્સ ગ્રૂપનો કોઈ પ્રોજેક્ટ આગામી વર્ષોમાં શરૂ થઈ શકે છે.
આ પણ વાંચો : અંબાણી પરિવાર દ્વારકાધીશના દર્શનાર્થે પહોંચ્યો