- આજે ભાદરવા વદ અમાસ એટલે કે સર્વપિતૃ અમાસનો પાવનકારી દિવસ
- આજના દિવસે તમામ પિતૃઓનું તર્પણ અને પૂજા કરવાનું છે વિશેષ મહત્વ
- ગિરનાર તળેટીમાં દામોદર કુંડમાં ભાવિકોએ કર્યું પોતાના પિતૃઓનું તર્પણ
જૂનાગઢઃ આજે ભાદરવા વદ અમાસ એટલે કે સર્વ પિતૃ અમાસનો (Sarva Pitru Amas) પાવનકારી દિવસ છે. આ દિવસે તમામ પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ અને તર્પણ વિધિ કરવામાં આવે તો તમામ પિતૃઓને મોક્ષ મળતો હોવાની પણ ધાર્મિક માન્યતા છે. તેને લઈને પણ સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃ તર્પણ કરવાની વિધિને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજના દિવસે પિતૃ તર્પણને લઈને જૂનાગઢમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં (Damodar Kund) મોટી સંખ્યામાં ભક્તોએ પોતાના પિતૃઓનું તર્પણ કરીને સર્વ પિતૃ અમાસની પૂજા કરી હતી.
સર્વ પિતૃ અમાસના દિવસે પૂજાની સાથે દાનનું પણ છે વિશેષ મહત્વ
સર્વપિતૃ અમાસના દિવસે જે કોઈપણ પિતૃઓનું તર્પણ કાર્ય રહી ગયું હોય અથવા તો કોઈ પણ કારણોસર તે ન થઈ શક્યું હોય તેવા તમામ પિતૃઓનું આજે તર્પણ કરવાની સાથે દાન અને પુણ્યને પણ એટલું જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આજના દિવસે કરવામાં આવેલું શ્રાદ્ધ અને તર્પણ વિધિ તમામ પિતૃઓ સુધી પહોંચે છે અને તેના માધ્યમથી તેઓ મોક્ષનો માર્ગ મેળવે છે. આ ધાર્મિક માન્યતાને લઈને આજે દામોદર કુંડમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પોતાના પિતૃઓનું તર્પણ પૂજા અને દાન વિધિ કરીને સર્વ પિતૃ અમાસની પૂજાને પરિપૂર્ણ કરી હતી.
આ પણ વાંચોઃ આજે સર્વપૃતિ અમાસ શ્રાદ્ધનો છેલ્લો દિવસ, જાણો આજે કઈ રીતે અને કયા લોકોનું શ્રાદ્ધ કરી શકાય?
આ પણ વાંચોઃ ભગવાન શ્રીકૃષ્ણનું પિંડદાન અને નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ થયું છે તેવી તપોભૂમિ