જૂનાગઢઃ શહેરના લાંચ રુશ્વત વિરોધી બ્યુરોએ ગુરુવારે સફળ ઓપરેશન પાર પાડયું છે. જિલ્લાની કલેક્ટર કચેરીમાં આવેલી જમીન શાખાના નાયબ મામલતદાર 1 લાખ રૂપિયાની લાંચ લેતા જૂનાગઢ લાંચ રુશ્વત વિરોધી બ્યૂરોની કચેરીના અધિકારીઓના હાથે લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ જતા જૂનાગઢમાં લાંચિયા અધિકારીઓના બેડામાં ખળભળાટ મચી ગયો છે.
![લાંચિયો નાયબ મામલતદાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-02-acb-vis-01-byte-01-avb-7200745_23092020203411_2309f_03110_739.jpg)
જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેલી જમીન શાખાના નાયબ મામલતદાર વર્ગ-3ના કર્મચારી જમીન બિન ખેતી કરવા(NA)ના બદલામાં સાડા ત્રણ લાખ રૂપિયાની લાંચની માંગણી કેશોદ તાલુકાના એક ખેડૂત પાસેથી કરી હતી. ગુરુવારે જે પૈકીની રકમનો પ્રથમ હપ્તો સ્વીકારતી વખતે નાયબ મામલતદાર વર્ગ 3 ABCના અધિકારીઓના હાથે રૂપિયા 1 લાખ રોકડની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા છે.
![લાંચિયો નાયબ મામલતદાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-02-acb-vis-01-byte-01-avb-7200745_23092020203411_2309f_03110_997.jpg)
કેશોદ તાલુકાના એક ખેડૂતે તેમની ખેતીલાયક જમીનમાં અન્ય રોજગાર અર્થે બિનખેતી કરાવવા માટે જમીન શાખામાં અવાર-નવાર ધક્કા ખાઈ રહ્યો હતો. ત્યારે આ લાંચિયા અધિકારીએ ચોરસ મીટર દીઠ 30 રૂપિયા તેને લાંચ પેટે આપવા પડશે, તેવા સેટલમેન્ટ બાદ તેની કુલ જમીનના 30 રૂપિયા લેખે 3,90,000 જેટલી રકમ લાંચિયા નાયબ મામલતદારે માગી હતી.
જેમાં ખેડૂતે રકઝક કરીને 3 લાખ સુધી આપવા સહમતિ દર્શાવી હતી. ત્યાર બાદ ખેડૂતે લાંચિયા કર્મચારી વિરૂદ્ધ જૂનાગઢ ACBમાં ફરિયાદ કરતા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના અધિકારીઓએ કલેકટર કચેરીની જમીન શાખામાં સફળ ઓપરેશન પાર પાડીને 1 લાખ રૂપિયાની લાંચ લેતા નાયબ મામલતદારને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.