- આપઘાતને પગલે જૂનાગઢ પોલીસે હાથ ધરી તપાસ
- જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીનો આપઘાત
- અગમ્ય કારણોસર ગળે ફાંસો લગાવીને કર્યો આપઘાત
- આપઘાતની જાણ થતાં મંદિર પ્રશાસને પોલીસને આપી જાણકારી
- પોલીસે મૃતદેહને કબજે કરી તપાસ હાથ ધરી
જૂનાગઢઃ શહેરના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં આજે વહેલી સવારે વિદ્યાર્થી નિવાસસ્થાનમાં એક વિદ્યાર્થીએ ગળે ફાંસો લગાવીને આપઘાત કર્યાની જાણ મંદિર પ્રશાસનને થતાં મંદિર દ્વારા સમગ્ર ઘટનાની જાણ જૂનાગઢ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટનાસ્થળ પર પહોચી પોલીસે મૃતદેહનો કબજો લઇ વધુ તપાસ હાથ ધરી છે. ગત રાત્રિના સમયે કે વહેલી સવારે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યાની ઘટનાથી જૂનાગઢ શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
આત્મહત્યાનું કારણ અકબંધ, પોલીસે હાથ ધરી તપાસ
વિદ્યાર્થીએ શા કારણે આપઘાત કર્યો છે તેને લઈને હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ નથી. પોલીસે પણ આપઘાત કરવાનો કારણને લઈને વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થી બગસરા તાલુકાના પીપળવા ગામનો હોવાનું બહાર આવ્યું છે. વિદ્યાર્થી ગળે ફાંસો ખાંતા અગાઉ કોઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે કે કોઇ મરણોપરાંતની કોઈ નોંધ મૂકવામાં આવી છે તેને લઈને પણ પોલીસ તપાસ કરશે. જો સમગ્ર મામલામાં કોઈપણ પાસાંઓ શંકાસ્પદ લાગશે તો પોલીસ તપાસ કરવાની દિશામાં પણ આગળ વધી શકે છે. સ્વામિનારાયણ સંસ્થાનો વિવાદ હોવાને કારણે પોલીસ પણ આ મામલો ગંભીરતાથી લઇ રહી છે અને આગામી દિવસોમાં તપાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીના આપઘાતનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતાઓ છે.