ETV Bharat / city

બે દિવસમાં જૂનાગઢ કોર્પોરેશને ધણખૂટ પકડવા ઝૂંબેશ ચલાવી, જૂઓ કેટલા પક્ડયાં - જૂનાગઢમાં રખડતા ઢોર

જૂનાગઢ શહેરના માર્ગો પર રખડતા ઢોરને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાછલા ત્રણ દિવસ દરમિયાન જૂનાગઢ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા અંદાજે 100 જેટલા ધણખૂટને પાંજરે પુરવામાં સફળતા મળી છે. Stray cattle in Junagadh , Junagadh Corporation catches 100 bull , Gujarat Cattle Control Bill

બે દિવસમાં જૂનાગઢ કોર્પોરેશને ધણખૂટ પકડવા ઝૂંબેશ ચલાવી, જૂઓ કેટલા પક્ડયાં

author img

By

Published : Aug 26, 2022, 5:35 PM IST

Updated : Aug 26, 2022, 6:00 PM IST

જૂનાગઢ રાજ્યની વડી અદાલતે રખડતા ઢોરને લઈને ખૂબ જ કડક વલણ દાખવતા જૂનાગઢ શહેરના માર્ગો પર રખડતા ઢોરને દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે પાછલા ત્રણ દિવસ દરમિયાન જૂનાગઢ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા જૂનાગઢમાં રખડતા ઢોર માંથી અંદાજિત 100 જેટલા ધણખૂટને પાંજરે પુરવામાં સફળતા મળી છે.

100 જેટલા ધણખૂટ પકડી પાંજરે પુરવામાં સફળતા મળી

રખડતા ઢોરને દૂર કરવા માટે કામગીરી રાજ્યની વડી અદાલતે શહેરના માર્ગો પર રખડતા ગૌવંશના પ્રાણીઓને લઈને ભારે ચિંતા વ્યક્ત કરતાં રાજ્ય સરકાર વિરુદ્ધ આકરું વલણ અખત્યાર કર્યું છે. ગુજરાત રખડતા ઢોર નિયંત્રણ બિલના પાલનને લઇને પાછલા 2 દિવસો દરમિયાન જૂનાગઢ કોર્પોરેશન દ્વારા પણ શહેરના માર્ગો પર રખડતા ઢોરને દૂર કરવા માટે કામગીરી શરૂ કરાઇ છે. જે અંતર્ગત શહેરમાં ત્રણ ટીમો બનાવવામાં આવી છે.

આ પણ વાંચો Law on Stray Cattle In Gujarat: રખડતાં ઢોરને લઇને લાવવામાં આવેલા બિલ પાછળ સરકારની મનશા શું? માલધારી આગેવાનોએ ઉઠાવ્યો પ્રશ્ન

જૂનાગઢ કોર્પોરેશને ધણખૂટ પકડવા ઝૂંબેશ ચલાવી આ ત્રણેય ટીમો અલગ અલગ સમય અને વિસ્તારના ફરી રખડતા ઢોરને પાંજરે પૂરી જૂનાગઢ કોર્પોરેશન દ્વારા ઉભા કરવામાં આવેલા સાવજના ડેલામાં રાખવામાં આવી રહ્યા છે. પાછલા દિવસો દરમિયાન 100 કરતાં વધુ રખડતા ધણખૂટને પકડવામાં જૂનાગઢ કોર્પોરેશન તંત્રને સફળતા મળી છે.

આ પણ વાંચો Cattle roaming the cities: ભાવનગરમાં રખડતાં ઢોર પાછળ કરોડોનો ખર્ચો કર્યો પણ સમસ્યા ત્યાંની ત્યાંજ

જાહેર માર્ગો પર ધણખૂટ મચાવતા હોય છે ભારે ઉત્પાત શહેરના જાહેર માર્ગો પર ખૂબ મોટી સંખ્યામાં ગૌવંશ દિવસ દરમિયાન જોવા મળે છે. જે પૈકીના ધણખૂટ દિવસ દરમિયાન ખૂબ મોટા ઉત્પાત મચાવતા હોય છે. જેને કારણે અનેક લોકો ઘાયલ થયા છે તો કેટલાક હતભાગી લોકોને મરણતુલ્ય ઈજાઓ થાય છે. આવી પરિસ્થિતિમાં શહેરના માર્ગો પરથી હવે ધીમે ધીમે રખડતા ઢોર દૂર થઈ રહ્યા હોવાથી ધીમે ધીમે રોડ પરથી રખડતા ઢોરનો ત્રાસ પણ દૂર થઈ રહ્યો છે. Stray cattle in Junagadh, Stray cattle, Gujarat Cattle Control Bill

Last Updated : Aug 26, 2022, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.