ETV Bharat / city

પાર્ટી છોડનારા નેતાઓ અંગે કૉંગ્રેસ પ્રભારીએ કંઈક આ રીતે માર્યો ટોણો

ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્મા (Gujarat Congress in charge Raghu Sharma) અને ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સોમનાથની મુલાકાતે (Gujarat Congress President Jagdish Thakor Somnath Visit) છે. તેવામાં કૉંગ્રેસ પ્રભારીએ કૉંગ્રેસ છોડીને જતા નેતાઓને ટોણો (Raghu Sharma on leaders who left Congress) માર્યો હતો.

પાર્ટી છોડનારા નેતાઓનો અંગે કૉંગ્રેસ પ્રભારીએ કંઈક આ રીતે માર્યો ટોણો

author img

By

Published : Jun 24, 2022, 2:18 PM IST

Updated : Jun 24, 2022, 2:57 PM IST

જૂનાગઢઃ ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્મા (Gujarat Congress in charge Raghu Sharma) અને પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર આજે સોમનાથની મુલાકાતે (Gujarat Congress President Jagdish Thakor Somnath Visit) આવ્યા છે. આવતીકાલે સોમનાથમાં કૉંગ્રેસના સૌરાષ્ટ્ર ઝોનની મારું બૂથ મારું ગૌરવ કાર્યક્રમ (Congress My Booth My Pride Program) અંતર્ગત સૌરાષ્ટ્રભરના કાર્યકર્તાઓને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને કૉંગ્રેસના અગ્રણી નેતાઓ કાર્યકરોના મનોબળને વધારવા માટે રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ (Gujarat Congress preperation for Election 2022) પણ કરશે.

ભાજપ લોકશાહીને નુકસાન પહોંચાડી રહ્યું છે ભાજપ લોકશાહીને નુકસાન પહોંચાડી રહ્યું છે

કાલે સોમનાથમાં યોજાશે કૉંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક - આવતીકાલે સોમનાથમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક (Congress Saurashtra Zone Meeting in Somnath) મળવા જઈ રહી છે, જેમાં આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રભરના (Gujarat Congress preperation for Election 2022) આગેવાનો દ્વારા મનોમંથન કરવામાં આવશેય ત્યારે સોમનાથ આવેલા પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આજે (શુક્રવારે) પત્રકાર પરિષદ સંબોધી હતી.

ભાજપ લોકશાહીને નુકસાન પહોંચાડી રહ્યું છે - કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ભાજપ ધારાસભ્યોની ખરીદી કરી રહ્યું છે અને લોકશાહી પરંપરાને નુકસાન પહોંચાડી રહ્યું છે. આ સાથે જ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તો રઘુ શર્માએ કૉંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થનારા ધારાસભ્યથી લઈને કાર્યકર્તાઓને કચરો ગણાવ્યો હતો. આ અંગે તેમણએ જણાવ્યું હતું કે, જે કાર્યકર્તા અને ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. તે ચૂંટણી જીતી શકે તેવી પરિસ્થિતિમાં નથી અથવા તો ભાજપ પાસેથી ખૂબ આર્થિક લાભ મેળવવા આવા લેભાગૂ કાર્યકર્તાઓ અને ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. આનાથી કૉંગ્રેસને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં.

આ પણ વાંચો- 2022ની ચૂંટણીને લઈ વસોયાનું આક્રમણ તેવર, ભાજપનો ભરપુર ઉડાવ્યો છેદ !

ભાજપના ખરીદ વેચાણ સંઘથી કૉંગ્રેસને ફાયદો - કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જે રીતે લોકશાહી પરંપરાને સત્તા અને સંપત્તિના બળ પર ભાજપ નુકસાન કરી રહ્યું છે. તેનાથી કૉંગ્રેસ જરાય ડરવાની નથી. ભાજપ લોકશાહી પરંપરાને નુકસાન કરી રહ્યું છે. ત્યારે કોંગ્રેસનો સાચો કાર્યકર્તા લોકશાહી પરંપરાને જીવતી રાખવા અંતિમ સમય સુધી ભાજપ જેવી ફાંસીવાદી તાકાત સામે મજબૂતાઈથી લડાઈ લડશે.

આ પણ વાંચો- કોંગ્રસમાં 5-10 વર્ષથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા કોઈ તૈયાર નથીઃ ગણપત વસાવા

ભાજપના કારણે કૉંગ્રેસ મજબૂત બની રહી છે - કૉંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ વધુમાં ઉમેર્યું હતું કે, જે ધારાસભ્યો ફરી વખત ચૂંટણી જીતી શકે તેમ નથી તેવા નેતા અને કાર્યકરો અત્યારે ભાજપમાં સામેલ થવાને લઈને ઉતાવળા બન્યાં હોય, પરંતુ કૉંગ્રેસના સરવે મુજબ, જે ધારાસભ્યો ચૂંટણી જીતી શકવાની ક્ષમતા ધરાવતા નથી તેવા નેતા અને કાર્યકર્તાને પક્ષ ટિકીટ નહીં આપે, જેથી આવા લેભાગુ કાર્યકરો અને ધારાસભ્યો ભાજપના ખરીદ વેચાણ સંઘમાં સામેલ થઈ રહ્યા છે, જેનાથી કૉંગ્રેસ વધુ મજબૂત બની રહી છે.

Last Updated : Jun 24, 2022, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.