જૂનાગઢ : આખરે 6 મહિના બાદ જૂનાગઢ ST ડિવિઝન હેઠળ આવતા 200થી વધુ ગ્રામ્ય રૂટોની બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. ગત 6 મહિનાથી કોરોના સંક્રમણને કારણે STનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું, જે આજથી એટલે કે સોમવારથી રાબેતા મુજબ રહ્યું છે.
સોમવારથી કોરોના સંક્રમણ અને લોકડાઉન બાદ જૂનાગઢ ST ડિવિઝન હેઠળ આવતા મોટાભાગના રૂટોનું સંચાલન શરૂ કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણ વાઇરસને કારણે શહેર અને ગ્રામ્યના તમામ રૂટોનું સંચાલન યોગ્ય તકેદારી અને નિયત કરેલા ધારાધોરણો મુજબ શરૂ કરવામાં આવી રહ્યું છે.
અનલોકના પ્રથમ તબક્કામાં નિયત કરાયેલા પ્રવાસી સાથે જૂનાગઢ ST ડિવિઝનમાંથી એક્સપ્રેસ રૂટનું સંચાલન કરવામાં આવ્યું હતું. જે બાદ વધું એક વખત કેટલીક છૂટછાટો મળતાં સોમવારથી જૂનાગઢ ST ડિવિઝન નીચે આવતા ગ્રામ્ય રૂટોનુ પણ સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. બસમાં કંડક્ટર દ્વારા તમામ પ્રવાસીઓનું ટેમ્પરેચર ગન મારફતે તેમને બીમારી છે કે નહીં તે અંગે તપાસ કર્યા બાદ જ બસમાં પ્રવેશ કરવા દેવામાં આવશે. બસમાં નિયત કરેલા પ્રવાસીઓની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે. આ સંખ્યા મુજબના પ્રવાસીઓ બસમાં પ્રવાસ કરી શકશે.