ETV Bharat / city

ગિરનાર રોપ-વે ને 1 વર્ષ પૂર્ણ થતાં વૃદ્ધાશ્રમનાં વડીલોની હાજરીમાં કરાઈ વિશેષ ઉજવણી - વૃદ્ધાશ્રમનાં વડીલોની હાજરીમાં કરાઈ વિશેષ ઉજવણી

ગિરનાર રોપ-વે ને આજે 24 ઓકટોબરે એક વર્ષ પૂર્ણ થયું છે. જેની આજે વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વૃદ્ધાશ્રમના 100 જેટલા વડીલોની હાજરીમાં કેક કાપી ઉજવણી કરાઇ હતી. રોપ-વે ના અધિકારી દિપક કપલીસે જણાવ્યું હતું કે, 1 વર્ષમાં રોપ-વે નું સંચાલન કરવાની તક ૨૫૦ દિવસ મળી હતી પરંતુ સંચાલનના દિવસો આજે ખૂબ મહત્વ ધરાવી રહ્યાં છે અને જેની ઉજવણીના ભાગરૂપે વૃદ્ધાશ્રમના વડીલોની હાજરીમાં રોપ-વે નાં એક વર્ષની પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ગિરનાર રોપ-વે ને 1 વર્ષ પૂર્ણ થતાં વૃદ્ધાશ્રમનાં વડીલોની હાજરીમાં કરાઈ વિશેષ ઉજવણી

author img

By

Published : Oct 24, 2021, 9:10 PM IST

  • ગિરનાર રોપ-વે ને આજે 24 ઓકટોબરે એક વર્ષ પૂર્ણ થયું
  • વૃદ્ધાશ્રમના વડીલોની હાજરીમાં કેક કાપી ઉજવણી કરાઇ
  • રોપ-વે માં યાત્રિકોની સુવિધામાં વધારો કરાશે

જૂનાગઢ : ગિરનાર રોપ-વે ને આજે 24 ઓકટોબરે એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષની ઉજવણીને ખાસ બનાવવા માટે રોપ-વે ના સંચાલકો દ્વારા ઉજવણી વિશેષ આયોજન કરાયું હતું. જે અંતર્ગત જૂનાગઢના વૃદ્ધાશ્રમમાં રહેતા 100 જેટલા વડીલોને આજે રવિવારે ખાસ આમંત્રિત કરાયા હતા. વડીલોનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરીને ગુલાબના પુષ્પ અર્પણ કરીને તેમને રોપ-વે ની પ્રથમ વર્ષની ઉજવણીના સાક્ષી બનાવવામાં આવ્યા હતા. રાજસ્થાની કલાકારો દ્વારા પરંપરાગત રાજસ્થાની નૃત્ય પણ કરવામાં આવ્યું હતું અને 100 વડીલોની હાજરીમાં કેક કાપીને ગિરનાર રોપ-વે ના એક વર્ષ પૂર્ણ થવાની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

ગિરનાર રોપ-વે ને 1 વર્ષ પૂર્ણ થતાં વૃદ્ધાશ્રમનાં વડીલોની હાજરીમાં કરાઈ વિશેષ ઉજવણી

રોપ-વે માં યાત્રિકોની સુવિધામાં વધારો કરાશે

ગિરનાર રોપ-વે ને એક વર્ષ પૂર્ણ થયું છે જેની ઉજવણીની વિગતો વિશે રોપ-વે નાં અધિકારી દિપક કપલીસે જણાવ્યું હતું કે, 1 વર્ષ દરમ્યાન કોરોના સંક્રમણ અને વાવાઝોડા તેમજ વરસાદને કારણે માત્ર ૨૫૦ દિવસ જ સંચાલન કરવાની તક મળી છે. આ દિવસો દરમ્યાન અનેક સુખદ અનુભવ થયા છે આજે રોપ-વે ને એક વર્ષ પૂર્ણ થયું છે તેની ઉજવણી કરતા વિશેષ ગર્વ અનુભવી રહ્યા છીએ. આગામી દિવસોમાં રોપ-વે માં યાત્રિકોની સુવિધામાં ઉતરોતર વધારો થાય અને જૂનાગઢનું નામ પ્રવાસન ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધે તે માટેના પ્રયાસો કરતા રહીશું.

આ પણ વાંચો : ગીરનાર રોપ-વેનું એક વર્ષ, 6.50 લાખ પ્રવાસીઓએ કરી સફર

આ પણ વાંચો : નડિયાદની 19 વર્ષીય વિધિને શહિદો પ્રત્યેની ગાઢ સંવેદનશીલતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.