ETV Bharat / city

શિવ શંકરના નાદ સાથે શ્રાવણ શરૂ : સ્વામિનારાયણ મંદિરમાં માતા પાર્વતી સાથે મહાદેવ આપી રહ્યા છે દર્શન

આજથી પવિત્ર શ્રાવણ માસનો (Shravan Month 2022) ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે શરૂઆત થઈ રહી છે, ત્યારે જૂનાગઢમાં સાકાર સ્વરૂપે માતા પાર્વતી સાથે દેવાધિદેવ સિદ્ધેશ્વર મહાદેવ (Siddheshwar Mahadev) બિરાજી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા જૂનાગઢમાં આવેલા મંદિરમાં સ્વયમ સાકાર રૂપે માતા પાર્વતીની (Mahadev with Parvati) સાથે સિદ્ધેશ્વર મહાદેવનું સ્થાપન કર્યું હતું.

શિવ શંકરના નાદ સાથે શ્રાવણ શરૂ : સ્વામિનારાયણ મંદિરમાં માતા પાર્વતી સાથે મહાદેવ આપી રહ્યા છે દર્શન
શિવ શંકરના નાદ સાથે શ્રાવણ શરૂ : સ્વામિનારાયણ મંદિરમાં માતા પાર્વતી સાથે મહાદેવ આપી રહ્યા છે દર્શન
author img

By

Published : Jul 29, 2022, 8:59 AM IST

Updated : Jul 29, 2022, 10:18 AM IST

જૂનાગઢ : આજથી શિવને પ્રિય એવો શ્રાવણ માસ શરૂ (Shravan Month 2022) થઈ રહ્યું છે, ત્યારે સતત 30 દિવસ સુધી દરેક શિવાલયોમાં હર હર મહાદેવ અને જય શિવ શંકરના નાદ ગુંજતા જોવા મળશે. શ્રાવણ માસ દરમિયાન શિવની પૂજા અને તેની ભક્તિનું ખાસ અને વિશેષ મહત્વ હિન્દુ ધર્મ ગ્રંથોમાં આંકવામાં આવ્યું છે, ત્યારે જૂનાગઢમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સિદ્ધેશ્વર મહાદેવ માતા પાર્વતી સાથે સાકાર એટલે કે મૂર્તિના રૂપમાં (Siddheshwar Mahadev) દર્શન આપી રહ્યા છે. સિદ્ધેશ્વર મહાદેવ સંકલ્પ સિદ્ધ કરતા હોવાને કારણે પણ તેમને સિદ્ધેશ્વર મહાદેવ નામ સ્વયં ભગવાન સ્વામિનારાયણ દ્વારા આપવામાં આવ્યું હતું.

હર હર મહાદેવ : સ્વામિનારાયણ મંદિરમાં માતા પાર્વતી સાથે મહાદેવ આપી રહ્યા છે દર્શન

ધાર્મિક આસ્થા સાથે પ્રારંભ - આજથી પવિત્ર શ્રાવણ માસનો ધાર્મિક આસ્થા અને ઉત્સાહ સાથે શરૂઆત થઈ રહી છે, ત્યારે જૂનાગઢમાં સાકાર સ્વરૂપે માતા પાર્વતી સાથે દેવાધિદેવ સિદ્ધેશ્વર મહાદેવ બિરાજી રહ્યા છે. જેના દર્શન કરીને શ્રાવણ માસમાં શિવ (Mahadev with Parvati) ભક્તો ધન્યતા અનુભવે છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા જૂનાગઢમાં આવેલા મંદિરમાં સ્વયમ સાકાર રૂપે માતા પાર્વતીની સાથે સિદ્ધેશ્વર મહાદેવનું સ્થાપન કર્યું હતું, ત્યારથી જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં માતા પાર્વતીની સાથે સિધેશ્વર મહાદેવ સાકાર રૂપમાં દર્શન આપી રહ્યા છે. આ પ્રકારે મૂર્તિ રૂપમાં દર્શન આપતા સમગ્ર ભારત વર્ષનું એકમાત્ર સિધેશ્વર મહાદેવ મંદિર બની રહ્યું છે. જેને કારણે પણ શ્રાવણ માસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરે છે.

સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના - જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વયમ મહાદેવનું સ્થાપન કરવામાં આવ્યું હોવાની માન્યતા ધર્મ ગ્રંથોમાં જોવા મળે છે. મહાદેવની સ્થાપન વખતે ભગવાન સ્વામિનારાયણે હર કોઈ શિવ ભક્તોના સંકલ્પ (Junagadh Shravan Month) દેવાદિદેવ મહાદેવ અને માતા પાર્વતી સાકાર રૂપે પૂર્ણ કરે તેવી પૂજા કરીને શિવ અને પાર્વતીની સાકાર મૂર્તિનું સ્થાપન કર્યું હતું, ત્યારથી મહાદેવ સંકલ્પ સિદ્ધ કરતા હોવાને કારણે તેને સિદ્ધેશ્વર મહાદેવ તરીકે પણ શિવ ભક્તો પૂજી રહ્યા છે. સિધેશ્વર મહાદેવનામાં આસ્થા ધરાવનાર મહાદેવના સાકાર રૂપે દર્શન કરવાથી તેના કર્મ બંધનની પીડામાંથી મુક્તિ મળે છે. તેવો અહેસાસ સાકાર સિધ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને પ્રાપ્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો : Shravan Month 2022 : દરિયા વચ્ચે બિરાજમાન મહાદેવ શિવ ભક્તો માટે અતિપ્રિય

સાકાર સિધેશ્વર મહાદેવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર - પ્રાચીન ધાર્મિક માન્યતા અનુસાર 18મી સદીમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા ભોળાનાથની સાકાર રૂપે પૂજા કરવામાં આવી હતી. જુનાગઢમાં આવેલું સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર ભગવાન ભોળાનાથને સાકાર રૂપે પૂજા અને દર્શન આપતુ વિશ્વનું એકમાત્ર મંદિર છે. ભગવાને હિમાલય પર્વત પરથી ધ્યાના અવસ્થામાંથી જ્યારે પ્રફુલ ચિતે બહાર આવે છે. તે પ્રકારના દર્શન સાકાર સ્વરૂપે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં દેવાધિદેવ મહાદેવના થઈ રહ્યા છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સિધેશ્વર મહાદેવ પર અભિષેક અન્નકોટ રુદ્ર પાઠ તેમજ દરરોજ 11 ત્રજાર બિલ્વપત્રના અભિષેકથી શ્રાવણ માસની ધાર્મિક ભવ્યતા સાથે ઉજવણી કરવાનું આયોજન પણ મંદિર દ્વારા કરાયું છે. દેવાધિદેવ મહાદેવને કલ્યાણકારી દેવ પણ માનવામાં આવે છે. માટે પ્રત્યેક ભક્તોને શારીરિક આર્થિક અને માનસિક પીડામાંથી મુક્તિ અપાવતા ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને શિવભક્તો પવિત્ર શ્રાવણ માસની શુભ શરૂઆત કરી રહ્યા છે.

આ પણ વાંચો : સોમવારથી પ્રારંભ થયેલો શ્રાવણ માસ સોમવારે થયો પૂર્ણ

આધી વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ - સિધેશ્વર મહાદેવ શિવ ભક્તોની તમામ શ્રદ્ધા અને સંકલ્પોને પૂર્ણ કરતા હોવાને કારણે પણ શિવભક્તોમાં સિદ્ધેશ્વર મહાદેવ શ્રદ્ધાનું કેન્દ્ર બન્યા છે. સાંસારીક જીવનમાં આવેલા તમામ કષ્ટો અને પીડાને સાકાર રૂપે બિરાજતા દેવાધિદેવ સિદ્ધેશ્વર મહાદેવ નિરાકરણ કરતા હોવાની ધાર્મિક માન્યતા આજે પણ અકબંધ જોવા મળે છે. સિદ્ધેશ્વર મહાદેવ સંકલ્પ સિદ્ધ કરતા હોવાને કારણે પણ સાંસારિક જીવનમાં સંતાન પ્રાપ્તિ થતી હોવાની (Shravan Month Significance) પણ અનેક માન્યતાઓ મહાદેવના મંદિર સાથે જોડાયેલી છે, ત્યારે પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવ ભક્તો ભગવાન ભોળાનાથના સિદ્ધેશ્વર મહાદેવના રૂપમાં સાકાર રૂપે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.

Last Updated : Jul 29, 2022, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.