ETV Bharat / city

Shravan 2022 : ફિલ્મી પ્રેરણાથી સર્જાઇ ઓન્લી ઇન્ડિયનની મિલ્ક બેંક, શિવ દુગ્ધાભિષેકનો ભાગ કરાય છે જીવને અર્પણ - જૂનાગઢમાં સેવા કાર્ય

જૂનાગઢમાં શિવભક્તો ઉત્સાહથી પવિત્ર શ્રાવણ (Shravan 2022) માસની ઉજવણી કરી રહ્યાં છે. શ્રાવણમાં મહાદેવને દૂધનો અભિષેક કરવાનું ધાર્મિક મહત્ત્વ છે. ત્યારે જૂનાગઢમાં સેવા કાર્યમાં આ દૂધ વપરાઇ રહ્યું છે. આજના મોંઘવારીના સમયમાં જૂનાગઢના શિવ મંદિરોમાં (Shiv Temples in Junagadh ) શિવજીને અર્પણ થતું દૂધ જરુરિયાતમંદોને પ્રસાદમાં આપવાનો સારો પ્રયાસ (Charity Work in Junagadh) કરાતો જોવા મળી રહ્યો છે.કોણ કરે છે તે જાણીએ.

Shravan 2022 : ફિલ્મી પ્રેરણાથી સર્જાઇ ઓન્લી ઇન્ડિયનની મિલ્ક બેંક, શિવ દુગ્ધાભિષેકનો ભાગ કરાય છે જીવને અર્પણ

author img

By

Published : Aug 3, 2022, 8:33 PM IST

જૂનાગઢ - જૂનાગઢ જિલ્લામાં પાછલા દસ વર્ષ કરતા વધુ સમયથી અનોખી મિલ્ક બેંક ચાલી રહી છે. શિવભક્તો પવિત્ર શ્રાવણ માસમાં (Shravan 2022)શિવલિંગ પર વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક કરવા માટે આવતા હોય છે. જે પૈકી કેટલાક શિવભક્તો દૂધથી મહાદેવ પર અભિષેક કરતા હોય છે . મહાદેવ પર કરવામાં આવેલા દૂધના અભિષેકમાંથી કેટલુંક દૂધ બચાવીને શિવભક્તો તેને મિલ્ક બેંકમાં દાનરૂપે (Charity Work in Junagadh) આપે છે.જૂનાગઢના શિવ મંદિરોમાં (Shiv Temples in Junagadh ) મિલ્ક બેંક મૂકીને ભક્તો દ્વારા શિવ દુગ્ધાભિષેકના દૂધને એકત્ર કરીને ગરીબ મજૂર બાળકો હોસ્પિટલના દર્દીઓ અને સગર્ભા મહિલાઓને શિવના પ્રસાદરૂપે આપીને ઓન્લી ઇન્ડિયન (Only Indian Milk Bank) અનોખી રીતે શ્રાવણ મહિનામાં શિવ ભક્તિ કરી રહ્યા છે.

જૂનાગઢના શિવ મંદિરોમાંથી દૂધ ભેગું કરી જરુરતમંદોને પ્રસાદરુપે અપાય છે

શું છે પૂર્વભૂમિકા- આ મિલ્ક બેંક વિશે જણાવીએ તો ઓન્લી ઇન્ડિયન (Only Indian Milk Bank)નામની વ્યક્તિએ થોડા વર્ષો પૂર્વે આવેલા ઓહ માય ગોડ ચલચિત્રમાંથી સકારાત્મક પ્રેરણા લઈને શ્રાવણ મહિનામાં મિલ્ક બેંક શરૂ કરવાનું વિચાર કર્યો. જેને આજે દસ વર્ષ કરતા વધુનો સમય વિતી ચૂક્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવભક્ત ઓન્લી ઇન્ડિયન વહેલી સવારે જૂનાગઢના શિવ મંદિરોમાંં મિલ્ક બેંક મૂકીને શિવ દુગ્ધાભિષેકમાંથી કેટલોક હિસ્સો શિવભક્તો મંદિરમાં મૂકવામાં આવેલી મિલ્ક બેંકમાં શિવના નામ સાથે અર્પણ કરે છે.

આ પણ વાંચોઃ શ્રાવણ માસમાં અનોખી શિવ ભક્તિ, જૂનાગઢમાં મિલ્ક બેંક દ્વારા શિવ આરાધના

એક મહિના સુધી કાર્યરત રહે છે મિલ્ક બેંક- આ મિલ્ક બેંકમાં પ્રતિદિન 30 થી 40 લીટર જેટલું દૂધ એકત્ર થાય છે. દસ કરતાં વધુ મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન આ પ્રકારની મિલ્ક બેંક સેવા એક મહિના સુધી સતત કાર્યરત જોવા મળે છે. જેમાં મહિના દરમિયાન હજારો લિટર દૂધ એકત્ર થાય છે. આ દૂધ શિવને અભિષેક થયા બાદ મોટેભાગે નષ્ટ થતુ હોય છે, પરંતુ મિલ્ક બેંકની સેવા થકી નષ્ટ થતા દૂધને અટકાવી શકવામાં ઓન્લી ઇન્ડિયન (Only Indian Milk Bank) નામની વ્યક્તિને સફળતા (Charity Work in Junagadh)મળી છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાનના જન્મદિવસથી જૂનાગઢના જાહેર શૌચાલયને વૈચારિક ક્રાંતિથી સ્વચ્છ કરવાનું ONLY INDIAN NGOનું અભિયાન

મિલ્ક બેંકમાં એકઠું થયેલું દૂધ કોને અપાય છે- સમગ્ર શ્રાવણ માસ દરમિયાન મિલ્ક બેકમાં એકઠું થયેલું દૂધ પ્રતિદિન જરૂરિયાતમંદ લોકોમાં વિતરણ કરાય છે જેમાં ગરીબ મજૂર, કુપોષિત બાળકો હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ, સગર્ભા મહિલાઓને શિવનો ભાગ જીવને અર્પણ કરાય છે. શિવ ભક્તો દ્વારા અભિષેક કરાયેલું દૂધ નષ્ટ થવાની જગ્યા પર હવે જરૂરિયાતમંદ લોકોના ઘર સુધી પહોંચી (Charity Work in Junagadh)જાય છે આનાથી મોટી શિવભક્તિ બીજી કોઈ ન હોઈ શકે તેવો અભિપ્રાય પણ ઓન્લી ઇન્ડિયન આપી રહ્યા છે. આ પ્રકારની સકારાત્મક વિચાર શ્રેણી સનાતન હિંદુ ધર્મને વધુ મજબૂત બનાવે રહી છે.

ચલચિત્રમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને શરૂ કરી અનોખી શિવ ભક્તિ -થોડા વર્ષો પૂર્વે ગુજરાતી કલાકાર પરેશ રાવલ દ્વારા અભિનીત ચલચિત્ર ઓહ માય ગોડ રજુ થયું હતું. આ ચલચિત્રમાં આપણા સમાજ વ્યવસ્થામાં વ્યાપેલી વિવિધ ધાર્મિક અંધ શ્રદ્ધાઓ પર ખૂબ જ કટાક્ષની સાથે ભારે પ્રહારો પણ કરવામાં આવ્યા હતાં. ચલચિત્રમાંથી કેટલાક લોકો સારી પ્રેરણા મેળવીને વિવિધ ધાર્મિક અંધ શ્રદ્ધામાંથી મુક્તિ મેળવવાનો પ્રયાસ પણ કર્યો હતો.ત્યારે ઓન્લી ઇન્ડિયનના નામથી ઓળખાતા વ્યક્તિએ શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાંથી દૂધ એકત્ર (Only Indian Milk Bank)કરીને તેને યોગ્ય સ્થાને પહોંચાડીને શ્રાવણ માસમાં અનોખી કહી શકાય તેવી શિવ ભક્તિ (Charity Work in Junagadh)કરી રહ્યા છે.

આગામી વર્ષોમાં વર્ષભર મિલ્ક બેંક ચલાવવાનો છે વિચાર -ઓન્લી ઇન્ડિયન વહેલી સવારે ઊઠીને જૂનાગઢના શિવ મંદિરોમાં મિલ્ક બેંક મૂકી આવે છે. આ મિલ્ક બેંકમાં ભગવાન શિવ પર દૂધનો અભિષેક કરવા માટે આવતા શિવ ભક્તો તેમની ઈચ્છાથી ભગવાન શિવ પર પ્રતિકાત્મક દૂધનો અભિષેક કરી અને બાકી રહેતું દૂધ મિલ્ક બેંકમાં જમા (Charity Work in Junagadh) કરાવે છે. જેનું ધ્યાન રાખીને ઓન્લી ઇન્ડિયન (Only Indian Milk Bank) આગામી વર્ષોમાં સમગ્ર વર્ષ દરમિયાન જૂનાગઢ શહેરના શિવાલયોમાં આ પ્રકારની મિલ્ક બેંક સેવા સતત ધમધમતી રહે તે પ્રકારે આગળ વધવાનું પણ વિચારી રહ્યા છે. જો તેમાં સફળતા મળશે તો સમગ્ર વર્ષ દરમિયાન દૂધનું પોષણ શિવના પ્રસાદરૂપે મળતું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.