જૂનાગઢઃ ન્યાયના દેવતા તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાતા આવતા શનિ મહારાજ શુક્રવાર 24 વર્ષ બાદ પોતાની પોતાની રાશિ મકરમા સવારે 9 કલાક બાદ પ્રવેશ કરીને પરિભ્રમણ કરશે. સૂર્યમંડળના નવ ગ્રહોમાં શનિ ગ્રહને સૌથી ધીમા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. શનિ મહારાજને બાર રાશિમાં પરિભ્રમણ કરતા અંદાજિત ૩૦ વર્ષ જેટલો સમય લાગે છે. શનિ મહારાજ જ્યારે રાશિ બદલીને અન્ય રાશિમાં તેનું ભ્રમણ શરૂ કરે છે. એક રાશીમાં શનિ 30 માસ સુધી રહે છે. જે કારણે શુક્રવારે જૂનાગઢના શનિ મંદિરોમાં શનિ ભક્તોએ ભગવાન શનિ મહારાજના દર્શન કરીને તેમની કૃપા દ્રષ્ટિ તેમના પરિવાર પર સદાય બની રહે તેવી પ્રાર્થના કરી હતી.
શનિ મહારાજને જે રીતે ન્યાયના દેવતા તરીકે સમગ્ર વિશ્વ પૂજે છે. તે જ પ્રકારે કેટલાક લોકો શનિ મહારાજને ક્રૂર દેવ તરીકે પણ પૂજે છે. શનિ મહારાજ વ્યક્તિના કર્મોને આધારે ફળ આપતા હોય છે, માટે કેટલાક લોકો પર શનિ મહારાજની કૃપા દ્રષ્ટિ જોવા મળે છે, તો કેટલાક લોકો પર શનિની સાડાસાતી પનોતીના રૂપમાં આવે છે. શનિ લોકોને કર્મોને આધારે ફળો આપે છે.
વર્ષ 1961થી 66 સુધી ભારતને ચીન અને પાકિસ્તાનની સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળ શનિ મહારાજના પરિભ્રમણને માનવામાં આવતું હતું. વર્ષ 1990 ની 15મી ડિસેમ્બરથી વર્ષ 1996ની 16મી ફેબ્રુઆરી સુધી શનિ મહારાજનું મકર રાશિમાં પરિભ્રમણ હતું. તે સમય દરમિયાન રાજીવ ગાંધીની હત્યા પણ થઈ હતી. હવે શુક્રવારે પાંચમી વખત શનિ મહારાજ 24મી જાન્યુઆરીથી મકર રાશિમાં પ્રવેશ કરીને પરિભ્રમણમાં કરી રહ્યા છે, ત્યારે આવનારો સમય બતાવશે કે, શનિ મહારાજનું મકર રાશિમાં પ્રવેશ ભારત માટે કેટલું શુભાશુભ સાબિત થઈ શકે છે.