ETV Bharat / city

સરકારની જાહેરાત મુજબ જૂનાગઢમાં આજથી ધો.9 અને 11નાં વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ

9 મહિના બાદ આજે સોમવારથી બીજા તબક્કામાં શિક્ષણ વિભાગે શાળાઓ ખોલવા માટેની મંજૂરી આપી છે. તેને લઈને આજથી ધોરણ 9 અને 11નાં વર્ગખંડોમાં પ્રત્યક્ષ રીતે શિક્ષણકાર્ય શરૂ થતાં શાળા અને સંકુલો 9 મહિના પછી વિદ્યાર્થીઓની હાજરીથી જીવંત બનતા જોવા મળી રહ્યા છે. 9 મહિના બાદ શરૂ થયેલી શાળાઓ અંગે વિદ્યાર્થીઓ પણ ખુશખુશાલ અને પ્રફુલ્લિત મન સાથે શાળામાં અભ્યાસ કરવા માટે પહોંચી રહ્યા છે.

જૂનાગઢમાં 9 મહિના બાદ ધો.9 અને 11નાં વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ

author img

By

Published : Feb 1, 2021, 1:04 PM IST

  • શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી તમામ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન
  • ફરી એક વખત શાળાઓ અને શૈક્ષણિક સંકુલો વિદ્યાર્થીઓની હાજરીથી જીવંત બનશે
  • બીજા તબક્કાના શૈક્ષણિક કાર્યનો આજથી વિધિવત પ્રારંભ

જૂનાગઢ: 9 મહિના બાદ આજથી બીજા તબક્કામાં ધોરણ 9 અને 11નાં વર્ગખંડોનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માટે રાજ્ય સરકારે જે દિશાનિર્દેશો સાથે શરૂ કરવાની મંજૂરી આપી છે, તેને લઈને જૂનાગઢની શૈક્ષણિક સંસ્થાઓ અને શાળા તેમજ સંકુલો વિદ્યાર્થીઓની હાજરીથી 9 મહિના બાદ જીવંત બની રહ્યા છે. પાછલાં નવ મહિનાથી સતત ઓનલાઇન અભ્યાસને કારણે વિદ્યાર્થીઓને પણ હવે માનસિક પરિતાપમાંથી બહાર આવીને વર્ગખંડનું શિક્ષણ કાર્ય મળવા જઈ રહ્યું છે. જેને લઈને પોતાનો રાજીપો વ્યક્ત કરી રહ્યા છે

જૂનાગઢમાં 9 મહિના બાદ ધો.9 અને 11નાં વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ
શિક્ષકો તમામ ગાઈડલાઈન્સનું પાલન થાય તેનું ધ્યાન રાખશે

રાજ્ય સરકારે બીજા તબક્કામાં પણ કેટલાક દિશાનિર્દેશોને ચુસ્તપણે પાલન કરવાની શરતે શાળાઓ ખોલવાની મંજૂરી આપી છે. જે મુજબ શાળાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે સ્પષ્ટ અંતર રહે, એક બેન્ચ પર એક જ વિદ્યાર્થી બેસે, શાળાનાં સમગ્ર શૈક્ષણિક કાર્ય સુધી વિદ્યાર્થીઓ સતત માસ્ક પહેરેલું રાખે તેમજ રિસેષનાં સમય દરમિયાન વિદ્યાર્થીઓ એકઠાં ન થાય અને પાણી કે નાસ્તા જેવી કોઈપણ પ્રકારની ચીજો શાળામાં લાવવા પર મનાઇ કરવામાં આવી છે. આવા અનેક સૂચનો અને દિશાનિર્દેશોનું પાલન કરાવવાની સાથે આજથી જૂનાગઢમાં શાળાઓ શરૂ થઈ રહી છે. જેનો અમલ શાળાનાં શિક્ષકો અને વ્યવસ્થાપકો ખૂબ જ ગંભીરતાપૂર્વક પ્રત્યેક વિદ્યાર્થીની જાત ચકાસણી અને નિરીક્ષણ કરીને કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.