જૂનાગઢ સરકારની નિષ્ફળતા સામે સાત સત્યાગ્રહ આંદોલનની આજથી ઉનાના ધારાસભ્ય પુંજા વંશે શરૂઆત કરી છે. છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં ભાજપની કુશાસન ભરી સરકાર વહીવટ કરી રહી છે. જેની સામે ખેડૂતો યુવાનો મહિલાઓ અને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળે છે. જેને લઈને સરકારની નિષ્ફળતા સામે આજથી ધારાસભ્ય પુંજા વંશ દ્વારા સાત સત્યાગ્રહની શરૂઆત કરાઈ છે. (MLA Punja Vansh of Una)
સાત સોમવાર અને સાત સત્યાગ્રહ ધરણા રાજ્ય સરકારની 27 વર્ષની નિષ્ફળતા સામે ઉનાના કોંગ્રેસ ધારાસભ્ય પુંજા વંશ દ્વારા સાત સોમવાર અને સાત સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરાઈ છે. જેમાં ઉના વિધાનસભા નીચે આવતા મતદારો સામાજિક આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો આજથી સત્યાગ્રહ ધારણા શરૂ કરાયા છે. જે આગામી સાત સોમવાર સુધી સતત જોવા મળશે. ખેડૂતો યુવાનો મહિલાઓ અને સરકારી કર્મચારીઓને અનેક મુશ્કેલી ભરી પરિસ્થિતિ માંથી પસાર થવું પડ્યું છે. (saat somvar saat satyagraha movement)
આંદોલન કરવાનું કારણ મોંઘવારી પ્રત્યે રાજ્ય અને કેન્દ્રની સરકારનું ઉદાસીન વલણ રાજ્યને આર્થિક કટોકટી અને બેરોજગારી તરફ આગળ ધપાવી રહું છે. ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારના કાર્યક્રમમાં દેશના કરદાતાઓ દ્વારા મળવા પાત્ર રકમનો દુરુપયોગ થઈ રહ્યો છે. જેનો સદુપયોગ મોંઘવારી બેરોજગારી ખેડૂતોને આર્થિક સહાય એવી પાયાની બાબતમાં થવો જોઈતો હતો, પરંતુ કેન્દ્રને રાજ્યની સરકાર નિષ્ફળ રહી છે તેના વિરોધમાં આજથી ધારાસભ્ય પુંજા વંશ દ્વારા સાત સોમવાર સાત સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરાઈ છે. (saat satyagraha movement of Punja Vansh)
પાંચ સોમવારે થશે ધરણા આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની નિષ્ફળતાની સામે લોકોમાં જનજાગૃતિ આવે તેમજ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ સમજી વિચારીને કરે તે હેતુ માટે આયોજન કરાયું છે. રાજ્ય અને કેન્દ્રની સરકાર બેરોજગારી મોંઘવારી સામે સતત ઉદાસીન વલણ દાખવી રહી છે. જેને કારણે ખેડૂત, યુવાન, મહિલા, મધ્યમ અને ગરીબ વર્ગના લોકો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. તેની સામે હવે ઉનાના ધારાસભ્ય પુંજા વંશ દ્વારા સત્યાગ્રહ ધરણાં શરૂ કરાયા છે. (Punja Vansh Attack on BJP)